સૌથી ધનાઢ્ય પાર્ટીમાં BJP નંબર વન, આ છે ટોપ 5 અમીર પાર્ટીઓ
એડીઆરના રિપોર્ટ પ્રમાણે, દેશમાં સૌથી ઘનાઢ્ય રાષ્ટ્રીય પાર્ટી ભાજપ છે. વર્ષ 2015-16 અનુસાર પાર્ટીના જાહેર કરેલા એસેટ્સની કિંમત રૂપિયા 894 કરોડની આસપાસ છે.
પાંચમાં નંબર પર તૃણમુલ કૉંગ્રેસ (TMC) પાસે રૂપિયા 45 કરોડ જેટલા એસેટ્સ છે.
જ્યારે ચૌથા નંબર પર કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(CPM) છે. આ પાર્ટી પર રૂપિયા 438 કરોડના એસેટ્સ છે.
એડીઆરે જાહેર કરેલા આંકડા પ્રમાણે બહુજન સમાજ પાર્ટી (BSP) ત્રીજા નંબરે છે. અને તેના કુલ એસેટ્સ રૂપિયા 559 કરોડ છે.
આ આંકડા પ્રમાણે, કૉંગ્રેસ પાસે આ સમયગાળામાં રૂપિયા 759 કરોડના એસેટ્સ છે. અને આ યાદીમાં કૉંગ્રેસ પાર્ટી બીજા નંબરે છે.
દેશમાં જેટલી પણ રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓ છે. તે તમામ પાર્ટી પાસે કેટલા પૈસા છે તે જાણવા તમે ઈચ્છતા હશો. સોમવારે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR)એ આંકડા જાહેર કર્યા છે. આ રિપોર્ટ નેશનલ પાર્ટીઓ દ્વારા 2004-05 થી 2015-16ની વચ્ચે જાહેર કરવામાં આવેલા એસેટ્સ અને લાઈબિલિટિઝ પર આધારીત છે.