✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શું ખરેખર રાહુલ ગાંધીનું જેકેટ 65 હજારનું છે? જાણો ક્યાંની છે આ જેકેટ બનાવતી કંપની

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jan 2018 12:51 PM (IST)
1

મેઘાલય ભાજપના ટ્વિટર એકાઉન્ટ પરથી રાહુલ અને તેના જેકેટની તસવીર પોસ્ટ કરવામાં આવી છે. પોસ્ટમાં જેકેટની કિંમત પણ દર્શાવવામાં આવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, રાહુલની સૂટબૂટની મેઘાલય સરકાર, ભ્રસ્ટાચારથી ભરેલી છે. અમારી પાસે જવાબ માગવાની જગ્યાએ સરકારે પોતાનો રિપોર્ટ કાર્ડ આપવો જોઈએ.

2

બરબેરીની સ્થાપના થોમસ બરબેરી દ્વારા 1856માં કરપામાં આવી હતી. 1891માં કંપનીનો પ્રથમ સ્ટોર લંડનમાં ખોલવામાં આવ્યો હતો. 1955 સુધી આ કંપની એક પારિવારીક બિઝનેસ તરીકે કામ કરતી હતી.

3

ઉલ્લેખનયી છે કે, ભાજપે જે તસવીર પોસ્ટ કરી છે તે જેકેટ પર બરબેરી લખેલ છે. સાથે જ લખ્યું છે હાર્ટલે ટૂ-ઇન-વન જેકેટ. આ બરબેરી એ એક બ્રિટિશ લક્ઝરી ફૈશન હાઉસ છે જેનો મુખ્યાલય લંડનમાં છે. આ ફૈશન હાઉસને ટ્રેન્ચ કોટ, રેડી-ટૂ-વિયર આઉટવિયર, ફૈશન એક્સેસરીઝ, ફ્રૈગન્નેન્સ અને કોસ્મેટિક માટે ઓળખવામાં આવે છે.

4

ભાજપે રાહુલની સાથે જે જેકેટની તસવીર શેર કરી છે તેમાં જેકેટની કિંમત 995 ડોલર દર્શાવવામાં આવી છે. એટલે કે અંદાજે 63,431 રૂપિયા જેટલી થવા જાયછે. ભાજપે કહ્યું કે કેન્દ્ર સરકાર તરફતી સતત મેઘાલય માટે સારા પેકેજ આપવામાં આવ્યા છે, પરંતુ રાજ્ય સરકારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નથી.

5

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં મેઘાલયના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ મંગળવારથી પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી. આ દરમિયાન મંગળવારે રાહુલ ગાંધીએ ત્યાં એક મ્યૂઝિક કોન્સર્ટ સેલિબ્રેશન ઓફ પીસમાં ભાગ લીધો અને ગીત પણ ગાયું. રાહુલ કાર્યક્રમમાં એક જેકેટ પહેરીના આવ્યા હતા તેના પર મેઘાલય ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપે દાવો કર્યો છે રાહુલે આ કાર્યક્રમમાં જે જેકેટ પહેર્યું હતું તેની કિંમત અંદાજે 63 હજાર રૂપિયા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • શું ખરેખર રાહુલ ગાંધીનું જેકેટ 65 હજારનું છે? જાણો ક્યાંની છે આ જેકેટ બનાવતી કંપની
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.