Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ભાજપ નેતાએ રાહુલ ગાંધી, મમતા બેનર્જીને ગણાવ્યા ‘ઈચ્છાધારી હિન્દુ’, જાણો વિગત
રાહુલ ગાંધી અને મમતા બેનર્જી સહિતના વિપક્ષ હિન્દુઓને લોભાવવામાં લાગ્યા છે તેવા જ સમયે ભાજપ પ્રવક્તાએ કરેલા નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવી શકે છે. તાજેતરમાં જ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા. આ પહેલા તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે અનેક મંદિરોમાં દર્શનાર્થે ગયા હતા. જેને લઈ ભાજપે તેમના પર નકલી હિન્દુ હોવાનો આરોપ લગાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં તેને મુમતાઝ બેગમ કહીને બોલાવે છે. તમે જ્યાં જશો ત્યાં દરેક ખૂણામાં એક ફોટો લગાવેલો મળશે. જેમાં તે નમાજ પઢતી જોવા મળી રહી છે. ક્યાંય પૂજા કરતા હોય તેવો ફોટો નહીં મળે.
તેમણે એમ પણ કહ્યું કે, પહેલા આ લોકો જ હિન્દુઓને નકારતાં હતા. ધર્મનિરપેક્ષતાના નામે હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. આજે તમામ લોકોને હિન્દુ બનવું છે. બધા લાલ ચાંદલો કરી રહ્યા છે. આ બધુ ભારતીય જનતા પાર્ટીના કારણે પરત આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત તમામ વિપક્ષી જૂથો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ પર ઈચ્છાધારી હિંદુ હોવાનો પણ આપ લગાવી કહ્યું જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ આ લોકો વેષ બદલીને ચોરી કરવા આવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -