હવે રાહુલના જેકેટ પર જંગ, ભાજપે કહ્યું- ભષ્ટ્રાચારના પૈસાથી આવ્યું આટલું મોંઘુ જેકેટ
ઉલ્લેખનીય છે કે મેઘાલયમાં વિધાનસભા ચૂંટણી છે. મેઘાલયમાં 15 વર્ષોથી કોંગ્રેસની સરકાર છે. 27 ફેબ્રુઆરીએ મેઘાલયમાં ચૂંટણી યોજાવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલાંગઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે મેઘાલયના પ્રવાસ પર છે. ગઇકાલે રાજધાની શિલાંગમાં મુખ્યમંત્રી મુકલ સંગમાની સાથે એક કન્સર્ટ જોવા ગયેલા રાહુલ ગાંધીએ ઠુઠુરતી ઠંડીમાં એક કાળ કલરનું જેકેટ પહેર્યું હતું, હવે આ જેકેટને લઇને ભાજપે કોંગ્રેસ પર હુમલો કર્યો છે.
પ્રિયંકા ચર્તુર્વેદીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી માત્ર મોંઘો સુટ નથી પહેરતા પણ તે ઇટાલિયન કંપની બુલગરીના મોંઘા ચશ્મા અને અમેરિકન કંપની મોવાડોના મોંઘા ચશ્મા પહેરે છે. રાહુલ ગાંધી તો પહેલી પણ સૂટને લઇને મોદીને ઘેરી ચૂ્ક્યા છે.
પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર એટેક થયો તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કોઇપણ જાતની વાર કર્યા વિના પીએમ મોદીના સૂટ અને અમિત શાહના ચશ્માના ફોટો ટ્વીટ કરી વળતો હુમલો કરી દીધો. કોંગ્રેસે લખ્યું, ‘’આ લોકો એ વાતથી ચિંતિત છે કે રાહુલ ગાંધી મેઘાલયના લોકો સાથે હળીમળી ગયા છે, કેમકે મેઘાલય નિશ્ચિત રૂપથી જુમલાબાલી અને દોગલાપણા માટે તૈયાર નથી.’’
ભાજપનો દાવો છે કે રાહુલે જે જેકેટ પહેર્યું છે તે લંડનની 161 વર્ષ જુની કંપની બરબરીનું છે, બરબરી જેકેટ, કપડાં અને ચશ્માની પ્રખ્યાત બ્રાન્ડ છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીએ જે જેકેટ પહેર્યું છે તે લગભગ 68 હજાર રૂપિયાનું છે.
મેઘાલયમાં ભાજપે જેકેટને લઇને રાહુલ પર એટેક કરતા ટ્વીટ કર્યું, ‘’તો રાહુલ ગાંધીજી, મોટા ભ્રષ્ટાચાર દ્વારા મેઘાલયના સરકારી ખજાનાને ચૂસ્યા બાદ બ્લેકમનીથી સૂટ બુટની સરકાર? અમારા દુઃખો પર ગીતો ગાવાની જગ્યાએ, તમે મેઘાલયની નકામી સરકારનું રિપોર્ટ કાર્ડ આપી શકતા હતાં. તમારી ઉદાસીનતા અમારી મજાક ઉડાવે છે.’’
- - - - - - - - - Advertisement - - - - - - - - -