રાહુલની પીએમ ઉમેદવારી પર બીજેપીએ ઉડાવી મજાક, કહ્યું- એકતા પહેલા જ વિખેરાઇ ગયું વિપક્ષ
કોંગ્રેસ પાર્ટીના ઉચ્ચ સુત્રોએ કહ્યું કે, બીજેપીને ફરીથી સત્તામાં આવતી રોકવા માટે કોઇપણ નેતા જેની પાછળ આરએસએસ ના હોય તેને વડાપ્રધાન બનાવવામાં કોંગ્રેસને કોઇ વાંધો નથી.
સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું કે, ‘’હવે વિપક્ષમાં કોઇને પણ પીએમ માટે સમર્થન આપવા અને લેવાની વાત કહેવામાં આવી રહી છે.’’ વિશેષાધિકાર હનન પ્રસ્તાવ પર કુમારે કહ્યું કે, ‘’કોંગ્રેસ જાણ્યા સમજ્યા વિના વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવી રહી છે, લાગે છે કોંગ્રેસને જાનની કમી છે.’’
કોંગ્રેસે રાહુલ ગાંધીની પીએમ ઉમેદવારી પર મહોર મારી દીધી છે, પણ હવે રિપોર્ટ છે કે, 2019 માં નરેન્દ્ર મોદીને રોકવા માટે વિપક્ષના કોઇપણ નેતાને વડાપ્રધાન બનાવવા માટે મદદ કરી શકે છે. કોંગ્રેસ સુત્રોએ પાર્ટીની રણનીતિનો ખુલાસો કર્યો છે કોંગ્રેસ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી કે બીએસપી સુપ્રીમો માયાવતીને વડાપ્રધાન બનાવવાનો દાવ રમી શકે છે.
નવી દિલ્હીઃ આગામી વર્ષે યોજાનારી લોકસાભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વડાપ્રધાન પદના ઉમેદવાર પર મોદીએ મજાક કરી છે. બીજેપીએ કહ્યું કે, રાહુલ ગાંધીને પીએમ પદનો ઉમેદવાર જાહેર કરીને કોંગ્રેસ વિપક્ષી એકતાના બીજ રોપ્યા છે, પણ આ બીજ એટલા જલ્દી ફૂટશે એ ખબર ન હતી. વર્ષ 2019 માં બીજેપીને હરાવવા માટે વિપક્ષ પુરેપુરી તાકાતની સાથે એકસાથ આવી રહ્યો છે, પણ આ મહાગઠબંધનના નેતાને લઇને હજુ પેચ ફસાયેલો છે.