✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કર્ણાટકમાં ભાજપનો નવો દાવ, કોંગ્રેસ-જેડીએસમાં તિરાડ પાડવા આ મુદ્દાને બનાવ્યો હાથો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 May 2018 10:52 AM (IST)
કર્ણાટકમાં ભાજપનો નવો દાવ, કોંગ્રેસ-જેડીએસમાં તિરાડ પાડવા આ મુદ્દાને બનાવ્યો હાથો
1

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના થોડાં સપ્તાહ પહેલાં કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે લિંગાયતોને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવાનો અને રાજ્ય માટે અલગ ઝંડાની અનુમતિ આપવાનો કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો.

2

નવી દિલ્હીઃ કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન વાળી સરકાર બની ગઇ, તેમછતાં રાજકીય લડાઇનો અંત આવ્યો નથી. ભાજપ હજુ પણ સત્તામાં વાપસી માટે શક્ય તેટલા બધાજ કામ કરવા તૈયારી કરી રહ્યું છે. બીજેપીએ આ બધાની વચ્ચે હવે નવો દાવ ખેલ્યો છે, જે છે લિંગાયતને અલ્પસંખ્યકનો દરજ્જો આપવાનો. આ લિંગાયતના મુદ્દાને લઇને કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનમાં તિરાડ પડી શકે છે.

3

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે કર્ણાટકની ગત સરકારે કરેલી બંને માગ હાલ પણ મંત્રાલયમાં વિચારધીન છે. અધિકારીઓના જણાવ્યા મુજબ રાજ્યમાં નવી સરકાર ચૂંટાઈને આવી છે એટલે આ બંને પ્રસ્તાવ પર તાજા પ્રસ્તાવ મંગાવવાની ભલામણ કરાઈ છે.

4

લિંગાયત વોટ પર ભાજપનો પારંપરિક કબજો રહ્યો છે. ત્યારે ભાજપને ડર છે કે જો અલ્પસંખ્યકનો દરજ્જો આપવામાં આવશે તો કોંગ્રેસને ફાયદો થશે પરિણામે ભાજપે આ મામલાને રાજકીય આંટીઘુંટીમાં ફસાવવાનું યોગ્ય માન્યું છે.

5

કર્ણાટકમાં કોંગ્રેસ અને JDS અંતે સરકાર રચી અને વિધાનસભામાં જરૂરી આંકડાઓ પણ પૂરાં કર્યાં છે. કર્ણાટકમાં હવે ગઠબંધન સરકાર છે ત્યારે કોઈપણ નીતિગત ફેંસલો બંને પક્ષની સમન્વય સમિતિ દ્વારા કોમન મિનિમમ પ્રોગ્રામ અંતર્ગત થવાનો છે. કોંગ્રેસનો પ્રયાસ રહ્યો છે કે રાજ્ય માટે અલગ ઝંડો અને લિંગાયતોને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવામાં આવે પરંતુ JDS આ વાતનો વિરોધ કરતી રહી છે. ત્યારે આ મામલો અટવાયેલો નજરે પડે છે.

6

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધન સરકારના સ્વામી કુમારસ્વામીએ શુક્રવારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધું છે પરંતુ તે દિવસથી ભાજપની કેન્દ્ર સરકારે આ ગઠબંધનમાં દરાર નાંખવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કર્ણાટકની ગત સરકારે મોકલેલા બે પ્રસ્તાવને પરત મોકલી દીધાં છે અને નવી સરકાર આ અંગે સંસ્તુતિ કરે તેમ જણાવ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કર્ણાટકમાં ભાજપનો નવો દાવ, કોંગ્રેસ-જેડીએસમાં તિરાડ પાડવા આ મુદ્દાને બનાવ્યો હાથો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.