જમ્મુ-કાશ્મીરમાં BJP-PDP ગઠબંધન તુટ્યુ, શિવસેનાએ કહ્યું- દેશદ્રોહી હતું જોડાણ
અગાઉ પણ શિવસેનાએ વડાપ્રધાન મોદી પર જમ્મુ-કાશ્મીરમાં હિંસાને લઇને નિશાન સાધ્યુ હતું, તેમને નરેન્દ્ર મોદીની નિંદા કરતા કહ્યું કે, મોદી સરકાર નિષ્ફળ સાબિત થઇ છે, મોદીના સતત વિદેશ પ્રવાસનો કોઇ હકારાત્મક પરિણામ નથી મળ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 87 બેઠકો છે, અને સરકાર બનાવવા માટે 44 બેઠકોની જરૂર હોય છે. આવા સમયે રાજ્યમાં PDP પાસે 28 બેઠકો અને ભાજપ પાસે 25 બેઠકો છે. ઉપરાંત નેશનલ કૉન્ફરન્સ પાસે 15 અને કૉંગ્રેસ પાસે 12 બેઠકો છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કશ્મીરમાં મહબૂબા મુફ્તિની સરકાર હતી જે જે બીજેપી અને પીડીપીના ગઠબંધનથી બની હતી.
એનડીએના સાથી પક્ષ શિવસેનાએ જમ્મુ-કાશ્મીરમાં ગઠબંધન તુટવાને લઇને તીખી પ્રતિક્રિયા આપી છે. શિવસેનાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં થયેલું ભાજપ અને પીડીપી ગઠબંધન દેશદ્રોહી હતું, જે જનાદેશના વિરુદ્ધમાં બનેલી સરકાર હતી. જો ભાજપે તેની સાથે કન્ટીન્યૂ રહે તો 2019માં તેનો જવાબ આપવો પડશે. શિવસેના અગાઉથી જ ભાજપથી નારાજ ચાલી રહી છે.
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધુ છે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્હીમાં રાજ્યના બધા મોટા પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી ત્યારબાદ બીજેપીએ સમર્થન પાછું ખેચવાનો નિર્ણય કર્યો. હવે જમ્મુ-કાશ્મીરમાં સરકાર પડી ગઇ છે. ગઠબંધન તુટ્યા બાદ રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. જેમાં શિવસેનાએ પણ પ્રતિક્રિયા આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -