ગઠબંધનનો અંત નથી, આ ભાજપના પ્રચારની શરૂઆત છે, મોદી-શાહે આ રીતે ઘડ્યો 2019નો તખ્તો
બીજો મોટો લાભ એ પણ છે કે, સતત સીમા પર ફાયરિંગ અને કાશ્મીરમાં કથળતી પરિસ્થિતિ માટે ઘેરાઇ રહેલી સરકાર હવે રાજ્યપાલ શાસના બહાને સેના, અર્ધસૈનિક દળ અને વિશેષાધિકાર કાયદાઓનો મનમાની રીતે ઉપયોગ કરી શકશે.
આનાથી કાશ્મીરની સ્થિતિ અને બગડેલી, પણ તે સ્થિતિને સંભાળવા માટે સંભવિત વધારાની ફોર્સ પ્રયોગ સરકાર સખત અને મોટા પગલા તરીકે દેશભરમાં દેખવામાં અને પ્રચારિત કરવામાં આવશે. જોકે, આ કાશ્મીર અને ભારતની વચ્ચેની પરિસ્થિતિઓ માટે ખરાબ સમાચાર છે. પણ આનો મોટો લાભ ભાજપને દેશના અન્ય રાજ્યોમાં મળતો દેખાઇ રહ્યો છે. સેના અને સુરક્ષાદળો દ્વારા સરકારની દમનકારી રાજનીતિને દેશના અન્ય રાજ્યોમાં બહાદુરી અને કઠોર નિર્ણયના રૂપમાં જોવામાં આવશે. સાથે આ ધ્રૂવીકરણમાં પણ એક મુખ્ય ભૂમિકા નિભાવશે.
અચાનક જ સુરક્ષા સલાહકાર સાથે વાતચીત કરીને જનાદેશને રાજ્યપાલ શાસનના હવાલે કરી દીધો. આમ કરનારી ભાજપેઆ મહિનાઓની પરામર્શ બાદ મહેબુબાને ગઠબંધન માટે રાજી કરી હતી અને રાજ્યમાં બીજેપી-પીડીપીના સરકાર બની હતી. ત્રણ વર્ષ સુધી ભાજપ આ ગઠબંધનની સાથે સત્તામાં રહી. વિરોધનો અવાજ થોડોક અંદર પણ હતો અને થોડોક બહાર પણ હતો. પણ ભાજપે સત્તામાં બની રહેવાનું યોગ્ય સમજ્યું અને ધીમે ધીમે જમ્મુ વિસ્તારમાં પોતાન વર્ચસ્વ અને સાંગઠનિક પ્રભાવને વધુ વ્યાપક કરવાનુ કામ ચાલુ રાખ્યું.
અહીં બે વસ્તુઓ સ્પષ્ટ દેખાઇ રહી છે. પહેલી ભાજપાને એ વાતનો આભાષ થઇ ગયો છે કે, માત્ર વિકાસ નારા પર 2019માં મત મળવાના નથી. બીજો કે પ્રાદેશિક પક્ષોના મત તોડવા માટે જાતીઓને હિંન્દુત્વનો તાવ સુધી લઇ જવાની છે, એટલે ધ્રૂવીકરણના માધ્યમથી અપેક્ષિત મતોને સુનિશ્ચિત કરી શકાય છે.
જ્યારે 2019ની ચૂંટણીની દસ્તક પાર્ટીને પોતાના દરવાજે સંભળાઇ ત્યારે તેને ગઠબંધનને હવન કુંડમાં નાંખીને કાશ્મીરઓ અને અલ્પસંખ્યકો પ્રતિ પોતાની નરમીની મજબૂરીમાંથી મુક્તિ મેળવી લીધી. હવે ભાજપ ખુલીને રમવા માટે તૈયાર છે. ભાજપની ભાષા આવનારા દિવસોમાં બદલાયેલી દેખાશે.
પણ કાશ્મીરમાં સરકારમાં રહીને હિન્દુ હિત અને હિન્દુ અસ્મિતાની વાત કરવી મુશ્કેલ હતી. ભાજપે મોટા લાભ માટે નાનું નુકશાન વેઠવાનું વધારે યોગ્ય સમજ્યુ. આની સ્પષ્ટતા એ વાતથી થઇ જાય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભાજપે ના તો રાજ્યમાં પોતાના તેવર બદલ્યા, ના વિરોધ દર્શાવ્યો, ના મહેબુબા મુફ્તિને ભનક પણ આવવા દીધી અને રાજ્ય સ્તર પર ભાજપાની પાસે રીસાવવાના મોટા તર્ક છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથે ગઠબંધન તોડીને ભારતીય જનતા પાર્ટીએ 2019માં માટે ચૂંટણી પ્રચારના તેવર નક્કી કરી દીધા છે. બીજેપી સારી રીતે જાણે છે કે અલ્પસંખ્યકોના, ખાસ કરીને મુસલમાનોના વોટ તેના ફાળામાં આવવાના નથી, આવામાં ક્યા સુધી સરકારને પોતાના ગળે બાંધી રાખતી. મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરમાં સરકારમાં સામેલ રહીને ભાજપને હંમેશા અંદરથી અને બહારથી હુમલાઓ ઝીલવા પડતા હતા. પીડીપી સાથે સંબંધો તોડીને ભાજપાએ તેની મજબૂરીથી મુક્તિ મેળવી લીધી છે.
ભાજપાએ પીડીપીની સાથે ગઠબંધન તોડીને તૃષ્ટિકરણનો પડદો ઉતારી દીધો છે. હવે તેને પ્રચારમાં કુદવાનુ છે અને ધ્રૂવીકરણની ધૂરી પર આધારિત પ્રચાર માટે મહેબુબાથી મુક્તિ ભાજપા માટે એક મોટી રાહત છે. આ રીતે ભાજપાએ ચૂંટણી પ્રચારમાં પોતાનો પેંતરો અને ભાષાની વાનગી આપી દીધી છે. આવા સમયે જ્યારે બાકીના વિપક્ષી દળો સૉફ્ટ હિન્દુત્વની રાહ પર ભાજપા સાથે ઝઝૂમતા દેખાઇ રહ્યાં છે, પાર્ટી હાર્ડ હિન્દુત્વ દ્વારા વિપક્ષ સાથે પણ નિપટશે અને જાતિ આધારિત ગઠબંધનોથી પણ.
જમ્મુ-કાશ્મીરમાં ભાજપા અને પીડીપી દ્વારા ત્રિપલ તલાકમાં સૌથી વધુ ફાયદો ભાજપાને છે અને સૌથી વધુ નુકસાન પીડીપીને. પણ ભાજપા માટે આ ફાયદો રાજ્ય સુધી સીમિત નથી. આને તે આખા દેશમાં લઇને જશે અને 2019ની ચૂંટણી સાંપ્રદાયિક ધ્રૂવિકરણનો ખેલ દેખશે.