જોધપુરની જેલમાં સલમાનને આસારામ સાથે રહેવું પડશે ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Apr 2018 02:44 PM (IST)
1
ગત વખતે સલમાનને જ્યારે સજા થઇ ત્યારે 7 દિવસ જ જેલમાં રોકાયો હતો. આ સમયે તેની ઓળખ કેદી નંબર 343 તરીકે કરવામાં આવી હતી.
2
જોધપુરઃ 20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં આજે જોધપુરની કોર્ટે બોલીવુડ અભિનેતા સલમાન ખાનને દોષિત જાહેર કરી 5 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલામાં કોર્ટે સૈફ અલી ખાન, તબુ, નીલમ, સોનાલી બેન્દ્રેને નિર્દોષ છોડી મૂક્યા છે.
3
સલમાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે. આ જેલમાં યૌન શોષણનો આરોપી આસારામ પણ બંધ છે. સલમાનને તેની સાથે બેરેકમાં રહેવું પડી શકે છે. સલમાન ખાનને આસારામ સાથે રાખવાનું એક કારણ એવું પણ છે કે આસારામ જે બેરેકમાં છે તે હાઇ સિક્યુરિટી છે. સલમાન સેલિબ્રિટી છે અને આ કારણે કદાચ તેને આસારામ સાથે એક બેરેકમાં રાખવામાં આવી શકે છે.