Pics: સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ, 1 કલાક 43 મિનિટ ચંદ્ર છુપાયેલો રહ્યો
હવે પછીનું ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરી 2019ના રોજ આવશે જે 1 કલાક 2 મિનિટનું હશે. ગઈ સદીમાં સૌથી લાંબુ ચંદ્રગ્રહણ 16 જુલાઈ 2000માં થયું હતું, જે 1 કલાક47 મિનિટ સુધી ચાલ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: શુક્રવારે રાત્રે 11.54 વાગે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં છુપાઈ ગયો. ચંદ્રને 104 વર્ષ બાદ સૌથી મોટું ગ્રહણ લાગ્યું. લગભગ 3 કલાક 54 મિનિટ અને 33 સેકન્ડ સુધી ચંદ્રગ્રહણ ચાલ્યું. શનિવારે વહેલી સવારે 3.49 વાગે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેથી પૃથ્વી હટી ત્યારે ચંદ્ર પરથી ગ્રહણ પણ હટ્યું. આ દરમિયાન 1 કલાક 43 મિનિટ સુધી પુર્ણ ચંદ્રગ્રહણ રહ્યું એટલે કે ચંદ્ર બિલકુલ દેખાયો નહીં. દેશમાં અનેક સ્થળે વાદળને કારણે જોવા મળ્યું નહોતું.
બ્લડમૂન એટલે કે લાલ રંગનો ચંદ્ર. આમ તો ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીના પડછાયામાં આવવાથી ચંદ્ર કાળો દેખાય છે પરંતુ વિશેષ સ્થિતિમાં ચંદ્રનો રંગ થોડા સમય માટે લાલ થઈ જાય છે. તેને બ્લડમૂન કહે છે. સૂર્યનાં કિરણો ધરતી પરથી પરાવર્તિત થઈને ચંદ્ર પર પડે છે તેને કારણે તે લાલ દેખાય છે.
ગ્રહણને કારણે મંદિરોમાં બપોરે આરતી થઈ હતી. વારાણસીમાં વિશ્વ વિખ્યાત સાંજે થતી ગંગા આરતી બપોરે કરાઈ હતી. હરિદ્વાર અને અલ્હાબાદમાં પણ ગંગા આરતી બપોરે થઈ હતી. ગ્રહણની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
- - - - - - - - - Advertisement - - - - - - - - -