અસમ: બ્રહ્મપુત્ર નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, 23 લોકો ડૂબ્યા હોવાની આશંકા
અહેવાલ પ્રમાણે આ દુર્ઘટના બોટના એન્જીનમાં ખરાબીના આવવાના કારણે બની હતી અને બપોરે બે વાગ્યાની આસપાસ અશ્વાકલાંતા મંદિર કિનારાની નજીક એક મોટી શિલા સાથે અથડાઇ હતી. બોટમાં ક્ષમતા કરતા વધારે વજન હતું. યાત્રીઓ સિવાય આ બોટમાં 18 બાઈક્સ પણ હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર મુસાફારોમાં કેટલીક મહિલા અને બાળકો પણ હતા.
નવી દિલ્હી: અસમમાં બ્રહ્મપુત્ર નદીમાં એક ફેરી બોટ પલટી ખાઈ જતાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 23 લોકો ગુમ થયા હવોની આશંકા છે. બોટમાં 40 જેટલા યાત્રાળુઓ સવાર હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે 12 લોકો તરીને સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે. જ્યારે એસડીઆરએફ અને એનડીઆરએફના ટીમનું રેસક્યૂ ઓપરેશન ચાલું છે. અત્યાર સુધી એક મૃતદેહ મળી આવ્યો છે.
આ બોટ ગુવાહાટી થી ઉત્તર ગુવાહાટીમાં મધ્યમ તરફ જઈ રહી હતી. સતત વરસાદના કારણે બ્રહ્મપુત્ર નદીમાં જળસ્તર પણ વધ્યું છે.