વિપક્ષની એકતા પર પરેશ રાવલનો કટાક્ષ કહ્યું, જીજાને રોકવા સાળી ઉભી રહે તેમ વિપક્ષી પાર્ટીઓ ઉભી છે
ઉલ્લેખનીય છે કે પરેશ રાવલે પ્રથમ વખત આ પ્રકારનું નિવેદન નથી આપ્યું તેઓ હંમેશા ટ્વિટના માધ્યમથી વિપક્ષ પર નિશાન સાધતા હોય છે. ગુજરાત અને હિમાચલમાં ભાજપની જીત બાદ તેમણે રાહુલ ગાંધીને લઈને વિવાદીત ટ્વિટ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે બુધવારે કુમારસ્વામીએ કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા. આ દરમિયાન વિપક્ષી દળો એક મંચ પર ઉભા રહી ભાજપની વિરૂદ્ધમાં હોવાનો સંદેશ આપ્યો. તેના જવાબમાં ભાજપના નેતાએ આ ટ્વિટ કર્યું છે.
પરેશ રાવલે ટ્વિટમાં એક સ્ક્રીન શોટને શેર કરતા લખ્યું છે કે મોદીજીને 2019માં રોકવા માટે વિરોધીઓ એ રીતે ઉભા છે, જે રીતે જીજાને રોકવા માટે સાળી દરવાજા પર ઉભી રહી જાય છે. જ્યારે, સાળીઓને ખબર હોય છે કે જીજા તો આવશે જ.
નવી દિલ્લી: જાણીતા અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલ પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ફરી એક વખત તેઓ પોતાના નિવેદનને લઈને વિવાદમાં ઘેરાયા છે. પરેશ રાવલે ટ્વિટ કરી વિપક્ષની તુલના જીજા-સાળી સાથે કરી. તેમણે પોતાના ટ્વિટમાં કોઈનું નામ નથી લધું, પરંતુ તેમના આ ટ્વિટ બાદ રાજકારણ ગરમાયું છે.