ગેંગરેપના આરોપનો સામનો કરી રહેલા ભાજપના MLAનું હાસ્ય જોઈ ભડકી ઉઠી આ એક્ટ્રેસ, જાણો શું કહ્યું
ઉન્નાવના બંગરમઉથી બીજેપી ધારાસભ્ય અને તેના કેટલાક સમર્થકો પર પીડિતાએ જૂન 2017માં તેની સાથે ગેંગરેપ કર્યાનો આરોપ લગાવ્યો છે. પીડિતાના કહેવા મુજબ બીજેપી ધારાસભ્યના ભાઇએ તેના પિતાની ધોલાઈ કરી હતી. જે બાદ પોલીસે ખોટો કેસ દાખલ કરીને તેના પિતાની ધરપકડ કરી હતી. આ પછી જેલમાં જ તેના પિતાનું મોત થયું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીડિતાની બહેન.
લખનઉઃ ઉન્નાવ ગેંગરે કેસના આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર બોલીવુડ એક્ટ્રેસ રવીના ટંડને નિશાન સાધ્યું છે. રવીનાએ એએનઆઈના ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું કે, બિલાડીને મલાઇ મળી ગઈ હોય તેમ લાગ રહ્યું છે. જે આરોપ તેના પર લાગ્યા છે તે બદલ થોડી શરમ દર્શાવત અને જે પીડિતાના પિતા મરી ગયા છે તેની માફી માંગત.
સમાચાર એજન્સી એએનઆઈએ ધારાસભ્ય હસી રહ્યો હતો તે તસવીર ટ્વિટ કરી. આ તસવીર ટ્વિટ કરીને કહેવામાં આવ્યું કે, આરોપી બીજેપી ધારાસભ્યની આ લેટસ્ટ તસવીર છે. તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવા તેના કાર્યાલય પર આવ્યો છે.
રેપના આરોપનો સામનો કરી રહેલા કુલદીપ સિંહ સેંગર હાલ સમાચારમાં છવાયેલા છે. લોકોનો આક્રોશ જોતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેને મળવા અને તેનો પક્ષ સાંભળવા માટે સોમવારે બોલાવ્યો હતો. મુખ્યમંત્રી ઓફિસે પહોંચેલા બીજેપી ધારાસભ્યએ મીડિયા સમક્ષ હસીને તસવીર ખેંચાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -