PM મોદી વિરૂદ્ધ બોલવાનું શરૂ કર્યું છે ત્યારથી બોલિવુડે નથી આપી ફિલ્મો: પ્રકાશ રાજ
બેંગલૂરૂ: હિંધી અને સાઉથ ફિલ્મોના મશહૂર અભિનેતા પ્રકાશ રાજે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની વિરૂદ્ધ બોલવાના ખારણે તેમને ફિલ્મો નથી મળી રહી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, જ્યારથી મે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની વિરૂદ્ધમાં બોલવાનું શરૂ કર્યું છે, ત્યારથી બોલિવુડમાં મને ફિલ્મો નથી મળી રહી. પ્રકાશ રાજ છેલ્લા ધણા સમયથી મોદી સરકાર અને ભાજપની રાજનીતિનો ખૂલ્લેઆમ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રકાશ રાજે કહ્યું પીએમ મોદીએ પોતાની વાતોથી દેશને આશાની કિરણ દેખાડી હતી, પરંતુ અત્યાર સુધી કંઈ નથી થયું. ભાજપના નેતાઓ જૂની વાતો કરે છે. નહેરૂએ શું કર્યું? ટીપૂ સુલ્તાને શું કર્યું? સનાતન ધર્મએ શું કર્યુ? હું મારા બે પેઢીના પરદાદાને નથી આળખતો. મારે ટીપૂ સુલ્તાન સાથે શું લેવા-દેવા?
પ્રકાશ રાજ હાલમાં અજય દેવગનની ફિલ્મ 'ગોલમાલ અગેન'માં જોવા મળ્યા હતા. આ પહેલા વોન્ટેડ, સિંધમ, દબંગ 2 જેવી ફિલ્મોમાં પ્રકાશ રાજે અલગ-અલગ અભિનય કર્યો છે.
પ્રકાશ રાજ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બાજફી વિરૂદ્ધમાં કેમ્પેન કરી રહ્યા છે. કર્ણાટખમાં ટીપૂ સુલ્તાનનો મુદ્દો ખાસો ચર્ચામાં છે.
ગૌરી લંકેશ અને પ્રકાશ રાજની મિત્રતા જૂની છે. તેમની મોતને લઈને પ્રકાશે કહ્યું, ગૌરીના મોત બાદ હું ખૂબ જ ડિસ્ટર્બ થયો છું. જ્યારે તેમને મારવામાં આવ્યા ત્યારે મને લાગ્યું શું આપણે તેને આ લડાઈમાં એકલા છોડી દિધા હતા? હું જેટલા પ્રશ્ન પુછી રહ્યો છું, એટલું જ મને ધમકાવી અથવા મારૂ કામ રોકાવીને મને ચૂપ કરાવવાની કોશિશ કરવામાં આવે છે. આ ભાજપ કરી રહ્યું છે.
પ્રકાશ રાજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ગત વર્ષે ઓક્ટોબરમાં મે પ્રથમ વખત પીએમ મોદીની વિરૂદ્ધમાં બોલ્યું હતું અને ત્યારબાદ બોલિવુડમાં મને સાઈડલાઈન કરી દેવામાં આવ્યો છે. સાઉથમાં કોઈ સમસ્યા નથી, પરંતુ બોલિવુડમાંથી મને ઓફરો મળતી બંધ થઈ ગઈ છે. પ્રકાશ રાજને તેની કોઈ ચિંતા નથી કારણ કે તેની પાસે પૈસાની કોઈ કમી નથી. મોદી પર પ્રકાશનું નિવેદન ત્યારે ચર્ચામાં આવ્યું, જ્યારે લેખક ગૌરી લંકેશની હત્યા બાદ પ્રધાનમંત્રી મોદીના મૌન પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -