✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

યુપીમાં આંબેડકરની મૂર્તિ પર લગાવાયો ભગવો રંગ, BJP નેતાએ કહ્યું- ઘટના સાથે અમારે કંઇ લેવાદેવા નથી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Apr 2018 10:12 AM (IST)
યુપીમાં આંબેડકરની મૂર્તિ પર લગાવાયો ભગવો રંગ, BJP નેતાએ કહ્યું- ઘટના સાથે અમારે કંઇ લેવાદેવા નથી
1

નોંધનીય છે કે, બદાયુ જિલ્લા સમાજવાદી પાર્ટી (સપા)નો ગઢ માનવામાં આવે છે. અહીં લાંબા સમયથી મુલાયમ સિંહ યાદવના પરિવારના સભ્ય સાંસદ રહ્યાં છે. અત્યારે મુલાયમ સિંહ યાદવનો ભત્રીજો ધર્મેન્દ્ર પ્રધાન સાંસદ છે.

2

વિસ્તારના કેટલાક લોકોએ આ ઘટના માટે ભાજપને જવાબદાર ગણ્યું છે તો પાર્ટીના પૂર્વ જિલ્લાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય પ્રેમસ્વરૂપ પાઠકે સ્પષ્ટ રીતે કહ્યું કે, ભાજપને આ ઘટના સાથે કોઇ લેવાદેવા નથી. બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢવવાની ઘટના માટે ભાજપ પર આરોપ લગાવવો પાયાવિહોણી વાત છે. જોકે તેમને એ પણ કહ્યું કે, જ્યાં સુધી ભગવા રંગનો સવાલ છે તો આ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે.

3

બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર ભગવો રંગ ચઢાવવાને લઇને લોકો અચરજમાં છે, તો કેટલાક લોકો રોષે ભરાયા છે. આ મામલે વહીવટી અધિકારીઓ અને પોલીસ કંઇપણ કહી નથી રહી.

4

બદાયુના કુંવરગાંવ વિસ્તારમાં દુગરૈયા ગામમાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ છે. થોડાક દિવસ પહેલા આ મૂર્તિ સાથે કેટલાક તોફાની તત્વોએ આ મૂર્તિ સાથે છેડછાડ કરી, ત્યારબાદ વિસ્તારમાં લોકોમાં રોષ ફેલાયો હતો અને બાદમાં ઉતાવળમાં જ આગરાથી મંગાવીને નવી મૂર્તિ ત્યાં સ્થાપિત કરી હતી. હવે 7 એપ્રિલની રાત્રે કોઇએ આ મૂર્તિને ભગવા રંગમાં રંગી દીધી છે. વિસ્તારના કેટલાક લોકોનું કહેવું છે કે, બાબા સાહેબની નવી મૂર્તિ ભગવા રંગની જ મંગાવવામાં આવી હતી.

5

બદાયુઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પણ અહીં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિઓની સાથે છેડછાડ કરવાની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. આ વખતે બદાયુ જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિ પર તોફાની તત્વોએ ભગવા રંગ ચઢાવી દીધો છે. કહેવામાં આવે છે કે 7 એપ્રિલની રાત્રે કોઇ તોફાની તત્વએ બાબા સાહેબની મૂર્તિની સાથે આવી છેડછાડ કરી. આ ઘટના રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • યુપીમાં આંબેડકરની મૂર્તિ પર લગાવાયો ભગવો રંગ, BJP નેતાએ કહ્યું- ઘટના સાથે અમારે કંઇ લેવાદેવા નથી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.