✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ વખતે દેશભરમાં પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલું વધશે તાપમાન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  01 Mar 2018 11:04 AM (IST)
આ વખતે દેશભરમાં પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલું વધશે તાપમાન
1

IMDના રિપોર્ટ અનુસાર, દક્ષિણ ભારત અને નોર્થ ઈસ્ટના રાજ્યોમાં તાપમાન નોર્મલ રહેશે. તમિલનાડુ, કર્ણાટકનો દક્ષિણ ભાગ, રાયલસીમા તેમજ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સામાન્ય તાપમાન કરતાં 0.5 ડિગ્રી તાપમાન ઓછું હશે.

2

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર થઈ જાવ. હવામાન વિભાગનું કહેવું છે કે, માર્ચથી મે સુધી તાપમાન છેલ્લા 50 વર્ષની તુલનામાં સામાન્યથી 1 ડિગ્રી સેલ્સિયસ વધારે હોઈ શકે છે. વિભાગનું કહેવું છે કે, આમ તો દેશભરમાં તાપમાન ખૂબ જ વધારે રહેવાની સંભાવના છે, પરંતુ આ મહિનાઓમાં ઉત્તર ભારતમાં સૌથી વધારે ગરમી રહેવાનો અંદાજ છે.

3

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીના તાપમાનને ધ્યાનમાં રાખીને માર્ચ-મેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. IMDના એક અધિકારી જણાવે છે કે, તાપમાનમાં વધારાની જે આગાહી કરવામાં આવી છે તે ગ્લોબલ વોર્મિંગ તરફ ઈશારો કરે છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં ટેમ્પરેચરમાં વધારો જોવા મળી રહ્યો છે.

4

ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ વધારે જોવા મળશે, દિલ્હી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં સામાન્ય કરતા 1.5 ડિગ્રી તાપમાન ઉપર જાય તેવી શક્યતા છે. આ સિવાય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રી તાપમાન વધે તેવી આગાહી કરવામાં આવી રહી છે.

5

બુધવારના રોજ IMD દ્વારા જાહેર કરવામાં આવેલા સીઝનલ ફોરકાસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ‘હીટ વેવ ઝોન’માં ભારતના જે રાજ્યો આવે છે તેમાં આ માર્ચથી મે મહિના દરમિયાન તાપમાન ઘણું વધશે. આમાં દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તેલંગણા, મરાઠાવાડ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • આ વખતે દેશભરમાં પડશે કાળઝાળ ગરમી, જાણો કેટલું વધશે તાપમાન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.