કાલથી ગોવામાં બ્રિક્સ સમ્મેલનઃ પાકિસ્તાન તરફથી ભારતને મનાવવાનો પ્રયત્ન કરી શકે છે ચીન
ગોવાઃ આવતી કાલથી ગવોમાં શરૂ થનારા બ્રિક્સ સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે મુલાકાત થશે. આ બન્ને વચ્ચે થનારી નવમી મુલાકાત હશે. અંગ્રેજી સમાચાર પત્રમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ બન્ને વચ્ચેની વાતચીતમાં ચીન તરફતી પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવવામાં આવી શકેછે. જાણકારી અનુસાર પાકિસ્તાને કૂટનીતિક અને રાજનીતિક તરીકે ચીન સાથે આ સંબંધમાં વાત કરી છે. શી જિનપિંગ આજે (શનિવારે) બપોરે 1.1 કલાકે ભારત આવશે. સાંજે 5.40 કલાકે તે પીએમ મોદી સાથે મુલાકાત કરશે.
જાણકારી અનુસાર, ચીન પાકિસ્તાન તરફતી ભારતને સરહદ પર શાંતી જાળવવા અને ખટાસમાં પડેલા સંબંધો સુધારવા માટે મનાવવાનો પ્રયત્ન કરી શકે છે. તેના માટે પાક એમ્બેસ્ડર અબ્દુલ બાસિતે ચીનના એમ્બેસેડર લૂ લાઉઈ સાથે વાતચીત પણ કરી છે. ત્યાર બાદ લૂએ નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત દોવાલને મળીને શી જિનપિંગ અને મોદીની વચ્ચે થનારી આ દ્વિપક્ષીય વાતચીતને લઈને વાત કરી. જાણકારી અનુસાર, શી જિનપિંગ મોદીને ભારત-ચીન બોર્ડરનું ઉદાહરણ આપી શકે છે. જોકે, આ બોર્ડર પર પણ તણાવ રહે છે પરંતુ હિંસા ન બરાબર છે.
સૂત્રો અનુસાર જોચીન પાકિસ્તાનનો રાગ આલાપશે તો મોદી પણ ચુપ નહીં બેસે. મોદી પણ ચીનને કહેશે કે તે પાકિસ્તાનને સમજાવે જેથી બન્ને દેશોની વચ્ચે સંબંધમાં સુધારો થઈ શકે. ભારત તરફથી ચીનને એ પણ કહેવામાં આવ્યું છે કે, જો પાકિસ્તાનમાં આતંકવાદ ખતમ નહીં થાય તો તેના કારણે ચીન-પાક કોરિડોર પણ જોખમમં મુકાઈ શકે છે. મોદી આતંકવાદી મસૂદ અઝહરની વાત પણ કરી શકે છે. શી જિનપિંગને તેની વિરૂદ્ધ પુરાવા બતાવવાની વાત પણ સામે આવી છે. ઉરાંત ન્યૂક્લિઅર સપ્લાયર્સ ગ્રુપ (NSG)માં એન્ટ્રીને લઈને પણ ભારત વાત કરી શકે છે.