લગ્ન મંડપમાં વરરાજાએ કરી શરમજનક હરકત, દુલ્હને કર્યો જેલ ભેગો, જાણો રસપ્રદ કિસ્સો
ગ્વાલિયર: દહેજ પ્રથાનો આજકાલ લોકો શોરજોરથી વિરોધ કરી રહ્યા છે. પરંતુ દેશમાં હજી પણ ઘણા વિસ્તારોમાં આ પ્રથા જોવા મળી રહી છે. આવો જ કિસ્સો ગ્વાલિયરમાં બન્યો હતો. અહીં એક યુવતીના લગ્ન આર્મીના એક જવાન સાથે નક્કી થયા હતા. અને યુવતીના પરિવારજનોએ પોતાની તાકાત પ્રમાણે રોકડ અને બીજી અન્ય વસ્તુઓ પણ આપી હતી.
સદનસીબે કોઈને ગોળી વાગી નહોતી. ત્યારબાદ દિપ્તીએ દીપક સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી ઘટના સ્થળે પોલીસ બોલાવી હતી. અને તમામ દોષી પરિવારજનોની ધરપકડ કરાવી હતી.
દિપ્તીના પિતાએ આટલા પૈસા આપી શકવાનો ઈન્કાર કરતા વર પક્ષે જાન પાછી લઈ જવાની ધમકી આપી હતી, સાથે જ વર પક્ષના લોકોએ મંડપમાં ગોળીબાર પણ કર્યો.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મગરૌનીના બાબૂલાલના પુત્ર દીપકના લગ્ન ગ્વાલિયરની દિપ્તી સાથે નક્કી થયા હતા. દિપ્તીના પિતા ચંદ્રશેખરે લગ્નમાં 31 હજાર રોકડા અને એક પલ્સર બાઈક આપી હતી. દીપક બીજા દિવસે જાનૈયાઓ સાથે મંડપમાં પહોંચ્યો ત્યારે તેના પિતા બાબૂલાલે તિલક વિધિ સમયે 2 લાખની માગ કરી. જે પછી પૈસા મળવા પર જ વરમાળાની વિધિ થશે કરશું તેવી ધમકી આપી હતી.
પરંતુ યુવકને માત્ર તિલકમાં 2 લાખ રૂપિયા ન મળતા પરિવાર રોષે ભરાઈને જાનૈયાઓએ ગોળીબાર કર્યો હતો. માત્ર 2 કલાક માટે દુલ્હન બનેલી યુવતીએ લગ્નનનો ઈનકાર કરી વરરાજા અને તેના પરિવાર જનોને પોલીસના હવાલે કર્યા હતા.