કોલકાતાઃ તારાતલામાં પુલ અચાનક ધરાશાયી થતાં સર્જાઈ મોટી દુર્ઘટના, એકનું મોત, ભાજપે માંગ્યુ મમતાનું રાજીનામુ
વડાપ્રધાન મોદીએ દુર્ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વિટ કરી કહ્યું કે, “આ ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. મારી સંવેદના પીડિત પરિવારો સાથે છે. હું ઘાયલ લોકોની જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”
આ પુલ 60 વર્ષ જૂનો હતો અને તેનું સમારકામ થઈ રહ્યું હતું તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.
પુલ પરથી ગાડીઓ પસાર થઈ રહી હતી ત્યારે જ પુલ ધરાશાયી થયો હતો. આ પુલ બેહાલા અને ઇકબાલપુરને જોડે છે. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મેં પોલીસ પાસે રિપોર્ટ માંગ્યો છે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એક પુલ ધરાશાયી થયો છે. તારાતલમાં માજેરહાટ પુલ ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. તો અનેક લોકો કાટમાળમાં દબાયાં હોવાની આશંકા છે. અને 19 લોકો ઘાયલ થઈ ગયા છે. આ ઉપરાંત અનેક વાહનો પણ ફ્લાઇઓવરના કાટમાળ ફસાયા છે. સેના અને NDRFની ત્રણ ટીમો રાહત કાર્ય કરી રહી છે. ભાજપે દુર્ઘટનાને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી છે.