કાંસ્ય પદક વિજેતા મહિલા ખેલાડીએ કેજરીવાલને કહ્યું- પહેલા મદદ મળી હોત તો ગોલ્ડ જીતીને લાવત
દિવ્યાએ કહ્યું કે, તેમના કોચે નોકરી છોડીને ખુદના પૈસાથી મારા માટે બદામનો પ્રબંધ કર્યો. ખેલાડીઓ મેડલ જીતે તે બાદ તેમના સન્માનનો શું ફાયદો. જો પહેલાં સુવિધા આપવામાં આવી હોત તો ગોલ્ડ જીતીને લાવત.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હઃ એશિયન ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. મંગળવારે મહિલા પહેલવાન દિવ્યા કાકરાને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી પૂરતી સુવિધા ન મળવા બદલ તેની નારાજગી વ્યક્ત કરી હતી.
એશિયન ગેમ્સમાં મહિલા કુશ્તીમાં કાંસ્ય પદક વિજેતા દિવ્યાએ મુખ્યમંત્રી કેજરીવાલને કહ્યું, જો સરકારી સુવિધા મળી હોત તો ગોલ્ડ જીતીને આવત. સમારંભ દરમિયાન કાકરાને સરકારની આબરૂના ધજાગરા કર્યા હતા. તેણે કહ્યું કે, જ્યારે હું એશિયન ચેમ્પિયનશિપ જીતીને પરત ફરી ત્યારે સરકાર ચિઠ્ઠી લખીને સરકારની મદદ માંગી હતી પરંતુ તેમણે કોઈ પ્રકારની સુવિધા આપી નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -