હાફિઝના સાથીની ધરપકડ, કહ્યું- અમને આતંકવાદી બનાવે છે, ખુદના બાળકોને વિદેશમાં ભણાવે છે
જણાવીએ કે ઉરી અટેકમાં 18 જવીન શહીદ થયા છે. જવાબી કાર્યવાહીમાં સિક્યુરિટી આર્મીએ ચાર આતંકવાદીને ઠાર માર્યા હતા. આતંકવાદી હુમલા બાદથી સેનાનું સર્ચ ઓરેશન ચાલુ છે. કાશ્મીરમાં એલર્ટ છે. આ પહેલા 21 સપ્ટેમ્બરે સર્ચ દરમિયાન બે પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.
તે લશ્કરના મેગેઝીન માટે લખતો પણ હતો. સાથે જ તેને માટે ફન્ડિંગનું પણ કામ સંભાળતો હતો. કયૂમે સ્વીકાર્યું કે હાફિઝ સઈદ ઉપરાંત સલાહુદીનને પણ તે સારી રીતે ઓળખે છે. સઇદ અલી શાહ ગિલાની, મીરવાઈઝ ઉપર ફારુક, યાસીન મલિક વિશે તેને જાણકારી છે.
બીએસએફના આઈટીએ જણાવ્યુંકે, કયૂમની શુક્રવારે વહેલી સવારે ધરપકડ કરવામાં આવી છે. સરહદ પાર કરતા સમયે તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે તેની પાસે કોઈ હથિયાર મળી આવ્યા ન હતા. તેણે પૂછતાછમાં સ્વીકાર્યું કે, તે લશ્કર-એ-તૈયબા માટે 2004માં ટ્રાનિંગ લઈ ચૂક્યો છે.
જમ્મુઃ બીએસએફએ અખનૂર સેક્ટરમાં એક પાકિસ્તાની નાગરિક અબ્દુલ કચૂમની ધરપકડ કરી છે. કયૂમે સ્વીકાર્યું કે તે આતંકવાદી છે અને લશ્કરના પ્રમુખ હાફિઝ સઈદનો પીએસઓ રહી ચૂક્યો છે. પરંતુ હવે તે આતંકવાદથી કંટાળી ગયો છે. કયૂમે કહ્યું કે, આતંકવાદી સંગઠનના નેતાઓના બાળકો વિદેશમાં ભણે છે. અમારા બાળકોનું કોઈ ભવિષ્ય નથી. આ જ વાત કાશ્મીરના લોકોએ સમજાવવા આવ્યો છું.