Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સન્માનજનક બેઠકો નહી મળે તો બસપા એકલા હાથે ચૂંટણી લડશે: માયાવતી
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રોકવા માટે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ બેઠકોની વહેંચણીમાં સમાધાન કરવાના સંકેત પહેલા જ આપી ચુક્યા છે. અખિલેશે મૈનપુરીમાં કહ્યું હતું, આ લડાઈ ખૂબ લાંબી છે, હું આજે કહ્યું છું કે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન રહેશે અને બે-ચાર બેઠકો આગળ પાછળ રહેશે અને બેઠકો છોડવી પડે તો પણ સમાજવાદી પાર્ટી પાછળ નહી હટે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2017માં યૂપી વિધાનસભામાં હારનો સામનો કર્યા બાદ સપા-બસપા વચ્ચે સંબંધો સુધર્યા હતા. ગોરખપુર-ફૂલપુર લોકસભા અને નૂરપુર વિધાનસભા ચૂંટણીમાં માયાવતીની મદદથી સમાજવાદી પાર્ટીએ ભાજપને કારમી હાર આપી હતી. કૈરાના લોકસભા પેટા ચૂંટણીમાં પણ માયાવતી અને સમાજવાદી પાર્ટીની મદદથી રાષ્ટ્રીય લોકદળના ઉમેદવારે ભાજપને કારમી હાર આપી હતી.
લખનઉ: યૂપીમાં લોકસભા ચૂંટણીમાં બસપા-સપા ગઠબંધન ખતરામાં પડી શકે છે. પ્રેસ કૉંફ્રેસ કરી બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું, જો સન્માનજનક બેઠકો નહી મળે તો બસપા એકલા હાથે ચૂંટણી લડશે. સાથે જ માયાવતીએ કહ્યું ભાજપને રોકવા માટે તે ગઠબંધનના પક્ષમાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -