UP ચૂંટણી: બસપા સુપ્રીમો માયાવતીએ 403 સીટો પર ઉમેદવારો કર્યા જાહેર
માયાવતીએ કહ્યું મુસ્લિમ સમાજ સપાને મત આપી પોતાનો વોટ ખરાબ ન કરે. માયાવતીએ કહ્યું સપાના ઝઘડામાં PM મોદી પણ ન બોલ્યા. સપા-ભાજપની મિલીભગત ચાલી રહી છે. માયાવતીએ કહ્યું લોકો પૂર્ણ બહુમતથી બસપાને સત્તામાં લાવશે.
માયાવતીએ કહ્યું ભાજપા વિપક્ષ પર ખોટા આરોપો લગાવી રહી છે, SP-BJPની મિલીભગત છે. માયાવતીએ દાવો કર્યો છે કે સપા પરિવારમાં ઘમાસાણના કારણે યાદવ મતદારો બે હિસ્સામાં વહેંચાઈ જશે.
માયાવતીએ જણાવ્યું કે કુલ 403 સીટ છે, જેમાં એસસીને 87, મુસ્લિમને 97, ઓબીસીને 106 અને સવર્ણ જાતિના 113 ઉમેદવાર છે. સવર્ણ જાતિમાં 66 ટિકીટ બ્રાહ્મણને, 36 ટિકીટ કાયસ્થ અને 11 વૈશ્ય અને પંજાબી સમાજના લોકોને ટિકીટ ફાળવવામાં આવી છે. માયાવતીએ કહ્યું ટિકીટ ફાળવણીમાં એ જાવામાં આવ્યું છે કે કોણ કેટલુ બસપાના આંદોલન સાથે જોડાયેલુ છે.
નવી દિલ્લી: ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે બસપા સુપ્રીમો માયાવતીએ જાતિવાર ટિકીટની જાહેરાત કરી છે. માયાવતીએ તમામ 403 સીટ પર જાતિવાર ઉમેદવારો ઉતાર્યા છે જેમાં 87 સીટ પરથી દલિત, 97 સીટ ઉપર મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી છે.