જેટલીએ રાજકીય પક્ષોને માર્યો મોટો ફટકો, દાન લેવા પર મૂક્યાં ક્યાં નિયંત્રણ, જાણો

નાણામંત્રી અરૂણ જેટલીએ ચૂંટણી પંચની ભલામણના આધાર પર કોઇપણ રાજકીય પક્ષ કોઇપણસ્ત્રોત પાસેથી 2000થી વધુનો ફાળો રોકડમાં લઇ નહિ શકે. હવે 2000 રૂપિયાથી વધુના દાનનો હિસાબ રાજકીય પક્ષોએ આપવો પડશે.
રીઝર્વ બેંકના એકટમાં સુધારો કરવામાં આવશે જેથી રાજકીય ફાળો લેનાર કોઇપણ વ્યકિત ઓથોરાઇઝ બેંક પાસેથી જ બોન્ડ ખરીદી શકશે. હવેથી બધા જ રાજકીય પક્ષોએ ઇન્કમ ટેકસ એકટ હેઠળ સમય સમય પર રિટર્ન ભરવું પડશે. જેથી ગેરરીતિ સમાપ્ત થઇ શકશે.
નાણામંત્રીએ કહ્યું હતું કે, મોટી રકમ ચેક કે બીજા ડિઝીટલ માધ્યમથી આપવી પડશે.રાજકીય પક્ષો મોટા ભાગે દાન રોકડમાં લેતા હોય છે. આ એલાનથી તેઓને આંચકો લાગ્યો છે. અત્યાર સુધી 20,૦૦૦ રૂપિયાના ફાળા પર હિસાબ દેવો પડતો નહતો. તેમણે કહ્યું હતું કે, આ માટે સરકાર પારદર્શિતા લાવવા માંગે છે. 2000થી વધુનું દાન ચેક અથવા ડિઝીટલ મોડથી લઇ શકશે. રાજકીય દાન દેનાર માટે બોન્ડ જારી કરવામાં આવશે.
નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએ નાણાકીય લેવડ-દેવડમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં અનેક મોટા પગલાઓની જાહેરાત કરી છે. સાથોસાથ તેમણે રાજકીય પક્ષોને મળતા દાનમાં મોટાપાયે ગેરરીતી ઉપર પ્રહાર કરવાના અનેક પગલાઓની જાહેરાત કરી છે. જેટલીએ બજેટ ભાષણમાં આ પગલાઓની જાહેરાત કરી ત્યારે સત્તા પક્ષના સભ્યોએ હસતા હસતા ટેબલ થપથપાવ્યા હતા.