લખનઉમાં એકજ દિવસમાં પડી ગઇ ત્રણ ઇમારતો, 1નું મોત 6 લોકો ઘાયલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલખનઉમાં ત્રીજી બિલ્ડીંગ પડવાની ઘટના હુસેનગંજમાં બની છે. હુસેનગંજમાં પડેલી બિલ્ડીંગમાં પાંચ લોકો ઘાયલ થયા છે.
ગણેશગંજમાં પડેલી બિલ્ડીંગ 60-70 વર્ષ જુની હતી, આ બિલ્ડીંગમાં પરિવારના 6 લોકો અને એક આયા સહિત 7 લોકો હતા, બિલ્ડીંગના કાટમાળમાં બે લોકો દબાઇ ગયા હતા. આમાંથી એક બાળકનું મોત થઇ ગયું છે, જ્યારે ઘાયલ મહિલાને સિવિલ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. જેની સારવાર ચાલી રહી છે જ્યાં તેની હાલત ગંભીર છે. પરિવારના બાકીના 5 લોકો સુરક્ષિત છે.
લખનઉના અમીનાબાદમાં બીજી બિલ્ડીંગ પડી, પણ કોઇને નુકશાન થયું નથી. ઇમારતમાં તાળુ મારેલુ છે. દૂર્ઘટના દરમિયાન બિલ્ડીંગમાં કોઇ વ્યક્તિ ન હતું.
લખનઉઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં અલગ અલગ વિસ્તારોમાં એક પછી એક ત્રણ ઇમારતો પડી ગઇ છે. રાજધાની ગણેશગંજ વિસ્તારમાં એક બિલ્ડીંગના પડવાથી એક બાળકનું મોત થયું છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. પોલીસ અને તંત્રની ટીમ રાહત કાર્યમાં જોડાઇ ગઇ છે. છેલ્લા અઠવાડિયામાં લખનઉ અને આસાપાસના વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -