બુલંદશહર હિંસા: ઇન્સ્પેક્ટર સુબોધને કુહાડી મારી ઘાયલ કરનાર આરોપી કલુઆની ધરપકડ
મામલો બુલંદશહરના સ્યાના પોલીસ સ્ટેશન હદના ચિંગરાવટી ગામનો છે. જ્યાં, ગામ લોકોએ સ્યાના ભાજપ ધારાસભ્ય દેવેન્દ્રસિંહ લોધીને બંધક બનાવી દીધા. આ દરમિયાન ગામ લોકોએ સ્યાના હિંસાને લઈને કરવામાં આવી રહેલી પોલીસ કાર્યવાહીથી નારાજ થઈને ધારાસભ્યને આકરા શબ્દો કહ્યા. ગામ લોકોનો આરોપ છે કે પોલીસ નિર્દોષ લોકોને ઇન્સ્પેક્ટર સુબોધના હત્યા આરોપી બતાવીને જેલ મોકલી રહી છે.
બુલંદશહર હિંસા મામલે પોલીસ કાર્યવાહીથી સ્થાનિક ગ્રામ્યજનોમાં પોલીસ-પ્રશાસન વિરુદ્ધ ગુસ્સો ફુટી ગયો છે. આક્રોશિત ગામ લોકોએ શનિવારે ભાજપ ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ લોધીને 3 કલાક સુધી બંધક બનાવીને રાખ્યા. સાથોસાથ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સીબીઆઈ તપાસ તથા નિર્દોષ ગામ લોકોની ધરપકડ ન કરવાની માંગ કરી. ધારાસભ્ય દ્વારા આશ્વાસન આપ્યા બાદ તેમને છોડવામાં આવ્યા. જોકે, ભાજપ ધારાસભ્ય પણ દાવો કરી રહ્યા છે કે પોલીસની તપાસ કાચિંડાની જેમ રંગ બદલી રહી છે.
બુલંદશહર: ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં હિંસા મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે ઇન્સ્પેક્ટર સુબોઘ સિંહની હત્યા મામલામાં પ્રશાંત નટની ધરપકડ કર્યા બાદ અન્ય આરોપી કલુઆની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે, હિંસાવાળા દિવસે આરોપી કલુઆએ કુહાડીથી ઇન્સ્પેક્ટરને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ત્યારબાદ પ્રશાંત નટે તેમને ગોળી મારી હતી. પોલીસ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, બુલંદશહર હિંસા મામલામાં અત્યાર સુધી 29 આરોપીઓની પોલીસ ધરપકડ કરી ચૂકી છે. બીજી તરફ મામલાનો મુખ્ય આરોપી બજરંગ દળ જિલ્લા સંયોજક હજુ પણ પોલીસની પકડથી દૂર છે.