બુરાડી કાંડમાં નવો ખુલાસો, પરિવારના 11 સભ્યોના મોત આત્મહત્યા નહી દુર્ઘટના
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Sep 2018 12:15 PM (IST)
1
સાયકોલોજીકલ ઓટોપ્સી રિપોર્ટમા સીબીઆઈના નિષ્ણાતોએ ઘરમાંથી મળેલા રજિસ્ટરમાં લખેલી વાતો, પરિવારના અન્ય સભ્યો તેમજ મિત્રોના નિવેદનોનુ એનાલિસીસ કર્યુ હતુ. એ પછી નિષ્ણાતો ઉપરોક્ત તારણ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બુરાડી વિસ્તારમાં રહેતા ચૂંડાવત પરિવારના સભ્યો સવારે ઘરમાંથી મૃત હાલતમાં મળ્યા હતા.
2
નવી દિલ્હી: સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર દિલ્હીના બુરાડી કાંડ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક જ પરિવારના 11 લોકોના મોતની પાછળનુ કારણ આત્મહત્યા નહીં પણ દુર્ઘટના હોવાનો ખુલાસો થયો છે.
3
સીબીઆઈ દ્વારા પોલીસને સોંપાયેલા સાયકોલોજીકલ ઓટોપ્સી રિપોર્ટ પ્રમાણે ભાટિયા પરિવારના લોકો આત્મહત્યા કરવા નહોતો માંગતા. અનુષ્ઠાન કરતી વખતે દુર્ઘટનાના પગલે મોત થયા હતા. પરિવારનો કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ આપવા માટે તૈયાર નહોતો.