જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં ખાબકતા 17ના મોત, 16 લોકો ઘાયલ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક મિની બસ ખીણ ખાબકી જતાં 17 લોકોના યાત્રીઓના મોત નીપજ્યા છે. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યા અનુસાર ઘટના શુક્રવારે સવારે બની હતી. કેશવાનથી કિશ્તવાડ જઈ રહેલી મિની બસના ચાલકે બસ પરથી અચાનક કાબુ ગુમાવતા બસ ચેનાબ નદીની પાસે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેઓએ જણાવ્યું કે, બસમાં 33થી વધુ યાત્રીઓ સવાર હતા. ગંભીર રીતે ઘવાયેલા આઠ લોકોને હેલીકોપ્ટરની મદદથી જમ્મુમાં દાખલ કરાયા હતા. જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. એક મહિનામાં આ કિશ્તવાડમાં ત્રીજી મોટી દુર્ઘટના છે.
બચાવ કાર્યનું નેતૃત્વ કરી રહેલા કિશ્તવાડના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજિન્દર ગુપ્તાએ જણાવ્યુ કે અત્યાર સુધી 17 લોકોના મોત નીપજ્યા છે. અને 16 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટી થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -