બિહાર: યાત્રીઓ ભરેલી બસ પુલ પરથી 20 ફૂટ નીચે ખાબકી, 10થી વધુનાં મોત
આ દુર્ઘટનામાં 10 લોકોના ઘટનાસ્થળ પરજ મોત નીપજ્યા હતા, જ્યારે 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. શિવનારાયણે જણાવ્યું કે ઘાયલોને સ્થાનીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. ત્યાંથી કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત પામેલા લોકોને મુજફ્ફરપુર હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘાયલોમાં પાંચની હાલત ગંભીર જણાવામાં આવી રહી છે. મૃતકોની સંખ્યાં વધી શકે છે. બસમાં 60 લોકો સવાર હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભસનપટ્ટી પુલ પર અચાનક સીતામઢી તરફી સામે આવી રહેલા ટ્ર્કને બચાવવા જતા ડ્રાઈવરે સંતુલન ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનાને લઈને બિહારના રાજ્યપાલ અને મુખ્યમંત્રી નીતીશ કુમારે દુખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મૃતકોના પરિવારે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
નવી દિલ્લી: બિહારની સીતામઠી જિલ્લામાં રુન્નીસેદપુર સ્ટેશન વિસ્તારમાં શનિવારે એક મુસાફરો ભરેલી બસ પુલનો રેલિંગ તોડી ખાડામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 10થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાની ખબર આવી છે. રુન્નીસૈદપુરના સ્ટેશન પ્રભારી શિવનારાયણ રામે જણાવ્યું કે યાત્રીઓને લઈને એક યાત્રી બસ મુજફ્ફરપુરથી ઓરાઈ જઈ રહી હતી ત્યારે ભસનપટ્ટી ગામ પાસે પૂલ નજીક બસ ટ્રાઈવરે નિયંત્રણ ગુમાવતા બસ પુલ પરથી રેલિંગ તોડી 20 ફૂટ ઊંડા ખાડામાં પડી હતી.