પેટાચૂંટણીઃ કૈરાના સહિત 3 લોકસભા સીટના 123 બૂથો પર ફરી મતદાન શરૂ
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને નાગાલેન્ડની 3 લોકસભા બેઠકો માટે 123 પોલિંગ બૂથ પર પેટાચૂંટણીમાં બુધવારે ફરી મતદાન યોજાઈ રહ્યું છે. સોમવારે ઇવીએમમાં ખરાબી પેદા થવાથી મતદાન પ્રક્રિયા ખોરંભાઇ હતી. ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરપ્રદેશમાં કૈરાના સીટના 73, મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંદિયા સીટના 49 અને નાગાલેન્ડ સીટના એક બૂથ પર ફરીવાર મતદાન થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી પંચે કહ્યું હતું કે સોમવારે 10 રાજ્યોમાં લોકસભા અને વિધાન સભાની પેટાચૂંટણી દરમિયાન 11 ટકા EVM અને VVPATમાં ખરાબી જણાઇ હતી. તેને પછી બદલી નાખવામાં આવ્યા હતા.
કૈરાના સીટ પર બધા પક્ષોએ ફરી મતદાનની માગણી ચૂંટણી પંચને કરી હતી. અહીં 173 ઇવીએમ ખરાબ થયાની ફરિયાદ થઇ હતી. રાજ્યના ચૂંટણી પંચની ભલામણથી ચૂંટણી પંચે 73 બૂથો પર ફરી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો.
લોકો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ભંડરા, ગોંદિયાના બે અને નાગાલેન્ડના એક બૂથ પર સવારે 7 થી બપોરે 3 વાગ્યા સુધી મતદાન થશે. ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યોની 4 લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીમાં સોમવારે મતદાન યોજાયું હતું. તેના પરિણામ 31 મેના રોજ જાહેર થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -