28 મે એ ત્રણ લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી
ભાજપ, સમાજવાદી પાર્ટી, આરએલડી અને કોંગ્રેસે ચૂંટણી તૈયારીઓ શરૂ કરી દીધી છે. એસપીના પ્રદેશન અધ્યક્ષ નરેશ ઉત્તમે કાલે કૈરાનાનો પ્રવાસ કર્યો હતો અને પાર્ટી કાર્યકર્તાઓને ચૂંટણી માટે તૈયાર થવા કહ્યું હતું.
ચૂંટણી પંચ પાંચ વિધાનસભા વિસ્તારોમાં 883 મતદાન કેન્દ્રો તૈયાર કરશે. પેટાચૂંટણીમાં સાત લાખ 36 હજાર 420 મહિલા મતદારો સહિત કુલ 16 લાખ નવ હજાર 580 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ઉત્તરપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી વેંકટેશ્વર લૂ કાલે સહારનપુર અને શામલી જિલ્લાના પ્રવાસ દરમિયાન જ્યાં ચૂંટણીની તૈયારીઓ વિશે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરશે. કેરાના લોકસભા બેઠકમાં પાંચ વિધાનસભાઓ આવે છે, આમાં ત્રણ શામલી જિલ્લામાં છે અને બે સહારનપુર જિલ્લામાં છે.
કેરાના લોકસભા બેઠક પર ભાજપના સાંસદ હુકમસિંહ ફેબ્રુઆરીમાં થયેલા નિધનના કારણે ખાલી થઇ છે, જ્યારે નૂરપુર વિધાનસભા બેઠક ભાજપ ધારાસભ્ય લોકેન્દ્ર સિંહ ચૌહાણનું ફેબ્રુઆરી મહિનામાં જ રોડ દૂર્ઘટનાામં મોતના કારણે ખાલી પડી છે.
યુપીમાં કેરાના લોકસભા બેઠકની સાથી જ નૂરપુર વિધાનસભા બેઠક માટે 28 મે એ પેટાચૂંટણી થશે. ચૂંટણી અધિસૂચના ત્રણ મે એ જાહેર કરવામાં આવશે અને 10 મેએ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ઉમેદાવારી પત્રોની તપાસ બીજા દિવસે 11 મે એ થશે જ્યારે નામ પાછું ખેંચવાની તારીખ 14 મે એ નક્કી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ 28 મેએ યુપી અને કૈરાનામાં લોકસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આની સાથે જ મહારાષ્ટ્રની ભંડાર, ગોંદિયા અને પાલઘર બેઠક પર પણ લોકસભા પેટાચૂંટણી થશે. વળી, 28 મે દેશના નવ રાજ્યોની 10 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી થવાની છે, આનું રિઝલ્ટ 31 મે એ આવી જશે.