ટ્રીપલ તલાક બિલમાં સંશોધનને કેબિનેટની મંજૂરી, મેજિસ્ટ્રેટ પાસેથી લઈ શકાશે જામીન
નવી દિલ્હી: કેંદ્રની મોદી સરકાર ત્રણ તલાક અને નિકાહ હલાલા સંબંધી મુસ્લિમ મહિલા બીલ, 2017માં કેંદ્રીય કેબિનેટે કેટલાક સંશોધનને મંજૂરી આપી દિધી છે. જેમાં ત્રણ તલાકને બિનજામીન પાત્ર આરોપતો માનવામાં આવશે પરંતુ સંશોધનના હિસાબે હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાના અધિકાર રહેશે.
2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મોદી સરકાર આ બીલને એક મોટી ઉપલબ્ધિ તરીકે રજૂ કરવા માંગે છે. પરંતુ વિપક્ષ દ્વારા આ બીલના કેટલાક નિયમો પર આપત્તિ હોવાના કારણે ટ્રિપલ તલાક બીલ રાજ્યસભામાં ગત સત્રમાં અટકી ગયું હતું.
શિયાળુસત્રમાં રાજ્યસભામાં વિપક્ષના વિરોધના કારણે અટકેલા મુસ્લિમ મહિલા બીલ, 2017માં સંશોધનને કેંદ્રીય કેબિનેટે મંજૂરી આપી દિધી છે. ગુરૂવારે કેબિનેટની બેઠકમાં ત્રણ તલાકને બિનજામીન પાત્ર ગુન્હો માનવામાં આવ્યો છે, પરંતુ હવે મેજિસ્ટ્રેટને જામીન આપવાના અધિકાર આપવામાં આવ્યા છે. આ સાથે જ બીલમાં વધુ એક સંશોધન કરવામાં આવ્યું છે જેમાં પીડિતના સંબંધી જેમનો તેની સાથે લોહીના સંબંધો હોય તેઓ ફરિયાદ દાખલ કરી શકે છે.