દિવાળીમાં કેંદ્રિય કર્મચારીઓ માટે મોટી ખુશખબરી, સરકારે 2 ટકા મોંઘવારી ભથ્થાની કરી જાહેરાત
DA ની જાહેરાત મોટા ભાગે સપ્ટેમ્બરમાં થાય છે. અને 4 અઠવાડીયા સુધીમાં સરકારી આદેશ પણ આપી દેવામાં આવતો હોય છે. જે અત્યાર સુધી આપવામાં આવ્યો ના હતો.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કેંદ્રિય સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે કર્મચારીઓને 2 ટકા મોંઘવારી ભથ્થુ આપવાની જાહેરાત કરી છે. મોંઘવારી ભથ્થું એટલે કે DA દરેક સરકારી કર્મચારી અને પેન્શનર્સને વર્ષમાં બે વાર આપવામાં આવે છે. વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઇ મહિનામાં કેંદ્ર સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થની જાહેરાત કરે છે.
મોંઘવારીના કારણે હાલ કર્મચારીઓ પરેશાન થયેલા છે. આ વર્ષની શરૂઆતમાં સરકારે મોંઘવારી ભથ્થુ છ ટકા વધારીને ૧૨૫ ટકા કર્યું હતું. સાતમાં પગાર પંચના અમલી બન્યા બાદ મૂળભૂત પગારમાં ડીએને મર્જ કરવામાં આવ્યો છે. ડીએને ત્રણ ટકા વધારવામાં આવે તેવી માંગણી કેન્દ્ર સરકારના કર્મચારી યુનિયનોની રહી છે. સરકાર દ્વારા જુદા જુદા પાસાઓને ધ્યાનમાં લઇને આજે નિર્ણય કરશે.
આ દરખાસ્ત બે ટકા મોંઘવારી ભથ્થાની છે. આનાથી કેન્દ્રિય કર્મચારીઓને મોટી રાહત થશે. કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે મળનાર છે જેમાં એજન્ડા ઉપર આ બાબત રાખવામાં આવી છે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આનાથી તીવ્ર મોંઘવારી વચ્ચે સીધો ફાયદો મળી શકે છે.
દિવાળી આડે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે ૫૦ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને ૫૮ લાખ પેન્શનરો માટે આજે સારા સમાચરા આવી શકે છે. કેન્દ્ર સરકાર પહેલી જુલાઈ ૨૦૧૬થી અમલી બને તે રીતે બે ટકા મોંઘવારી ભથ્થાની જાહેરાત આજે મળનારી કેબિનેટ બેઠકમાં કરી શકે છે.