સ્મૃતિ ઈરાનીએ સંગમ તટ પર કર્યું શાહી સ્નાન, જુઓ કુંભના PHOTOS
4 માર્ચના રોજ મહાશિરાત્રિના અવસર પર અંતિમ સ્નાન થશે. 2019ના કુંભ મેળામાં સ્નાન કરવા માટે શુભ દિવસ 15 જાન્યુઆરી (મકર સંક્રાંતિ), 21 જાન્યુઆરી (પૌષ પૂર્ણિમા), 4 ફેબ્રુઆરી (મૌની અમાસ), 10 ફેબ્રુઆરી (વસંત પંચમી), 19 ફેબ્રુઆરી (માધી પૂર્ણિમા) અને 4 માર્ચ છે.
કુંભ મેળામાં અંદાજે 500 સાંસ્કૃતિક કાર્યકર્મનું આયોજન કરવામાં આવશે. તેની સાથે સાથે લેઝર શો અને પેઈન્ટિંગ, સ્ટેટ્યૂ અને પ્રદર્શન સાથે જોડાયેલ કાર્યક્રમ પણ થશે. શહેરમાં તમામ જગ્યાએ ટીવી સ્ક્રીન લગાવવામાં આવી છે.
પ્રથમ શાહી સ્નાનના અવસર પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. કુંભ મેળાના ડીએમ વિજયકિરણ આનંદે કહ્યું કે, સવારે 9 કલાક સુધી 50 લાખ લોકોએ સ્નાન કર્યું. કુંભ મેળામાં 13 અખાડા છે. તેમાંથી 7 શૈવા તતા ત્રણ ત્રણ વૈષ્ણવા અને ઉદાસીન અખાડા છે.
મંગળવારે પ્રથમ શાહી સ્નાન સવારે 5.30 કલાકે શરૂ થશે. શાહી સ્નાન સાંજે 4-30 કલાક સુધી ચાલશે. કુંભ મેળા માટે ગંગા કીનારે 3200 એકરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાનો પણ ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ અને પર્યટક કુંભના શાહી સ્નાનમાં ભાગ લેવા પ્રયાગરાજ પહોંચ્યા છે. કુંભ મેળો 4 માર્ચ સુધી ચાલશે. કરોડોની સંખ્યામાં લોકો તેમાં સામેલ થવાની શક્યતા છે.
આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ સંગમ તટ પર સ્નાન કર્યું. સ્મૃતિએ સ્નાન દરમિયાનની એક તસવીર ટ્વિટર પર પોસ્ટ કીર છે. તેણે સાથે કેપ્શન લખ્યું છે- #kumbh2019 #trivenisangam હર હર ગંગે....
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં કુંભમેળાની શરૂઆત થઈ ગઈ છે. આજે મકર સંક્રાંતિનું પ્રથમ શાહિ સ્નાન પૂરું થઈ ગયું છે. અલગ અલગ અખાડા ઉપરાંત લાખોની સંખ્યામાં લોકો સંગટ તટે પહોંચીને સ્નાન કરી રહ્યા છે.