કેગ રાફેલ સોદા પરનો અહેવાલ રાષ્ટ્રપતિ અને સરકારને સોંપશે, જાણો વિગત
કેગના અધિકારીઓ ધ્યાન રાખવું જોઈએ કે, ચૂંટણીઓ આવે છે અને જાય છે. ક્યારેક અમે વિપક્ષમાં હોઈએ છીએ તો ક્યારેક સત્તામાં. અમે એવા અધિકારીઓ પર નજર રાખીશું, જે વધારે પડતા ઉત્સાહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કેગ સોમવારે રાફેલ સોદા વિશે તૈયાર કરેલો અહેવાલ સંસદમાં રજૂ કરી શકે છે. જોકે આ મુદ્દે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે આક્રમક સૂરમાં કહ્યું હતું કે, રાફેલ સોદાનો અહેવાલ રજૂ કરવો એ જ એક ગોટાળો છે.
નવી દિલ્હી: ક્રોમ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયા(કેગ) જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તે છેલ્લાં કેટલાંક વર્ષમાં સરકાર દ્વારા કરાયેલી રાફેલ યુદ્ધવિમાન સહિતની સંરક્ષણ ખરીદીઓ પરનો ઓડિટ રિપોર્ટ સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્ર સરકારને સોંપે તેવી સંભાવના છે. કેગ સોમવારે રાફેલ સોદા વિશે તૈયાર કરેલો અહેવાલ સંસદમાં રજૂ કરી શકે છે.