નિપાહ વાયરસઃ કાલીકટ યૂનિવર્સિટી બંધ, ઓસ્ટ્રેલિયાથી મંગાવવામાં આવી દવા
કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેનું કહેવું ચે કે નિપાહ વાયરસ કેરળમાં સ્થાનીક સ્તર પર જ છે. તેનાથી દેશના અન્ય ભાગમાં લોકોએ ગભરાવાની જરૂર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું કે, વીડ્યો કોન્ફરન્સ દ્વારા ઓસ્ટ્રેલિયામાં બનેલ એન્ટીબોડીઝ પર ચર્ચા કરી છે. તેને ટૂંકમાં નિપાહ વાયરસથી પીડિત લોકોને ઇન્જેક્ટ કરવામાં આવી શકે છે. મલેશિયાથી પણ નિપાહ વાયરસનો સામનો કરવા માટે રિવાવિરીન ટેબલેટ મંગાવવામાં આવી રહી છે.
નિપાહ વાયરસનો સામનો કરવા માટે ભારતે ઓસ્ટ્રેલિયન સરકારની મદદ માગી છે. ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટીબોડીઝ દવા મંગાવવામાં આવી છે.
બીજી બાજુ કેરળમાં 160 દરદીઓના સેમ્પલને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમાંથી 14ને નિપાહ વાયરસની અસર થઈ હોવાના અહેવાલ છે. અન્યની તપાસ ચાલી રહી છે.
કોચિંગ, ટ્યૂશન ક્લાસીસ, પબ્લિક મીટિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એક નર્સિંગ સ્ટૂડન્ડમાં પણ નિપાહ વાયરસ જોવા મળ્યો છે. તેની હાલ સારવાર ચાલી રહી છે.
નવી દિલ્હીઃ નિપાહ વાયરસ કેરળ બાદ કર્ણાટકમાં ફેલાઈ ગયો છે. કર્ણાટકમાં મેંગલુરુમાં નિપાહ વાયરસથી પીડિત બે દરદી મળ્યા છે. તેમાંથી એકે હાલમાં જ નિપાહ પીડિત દરદીની મુલાકાત લીધી હતી. જ્યારે કોઝિકોડની કાલીકટ યૂનિવર્સિટી 10 દિવસ માટે બંધ કરવામાં આવી છે. અહીં પરીક્ષા પણ ટાળી દેવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -