આધાર કાર્ડ ફરજીયાત કે નહીં!, સુપ્રીમ કોર્ટ આજે કરશે નિર્ણય
નવી દિલ્હી: આધાર કાર્ડ અનિવાર્યતા મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે ચુકાદો આપી શકે છે. કોર્ટે 38 દિવસની સુનાવણી બાદ આધાર કાર્ડ મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે પાંચ જજોની સંવિધાન બેન્ચ નક્કી કરશે કે આધાર ગોપનીયતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે કે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆધાર ફરજિયાત મામલે 10 મે ના રોજ સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. પ્રાઇવસીને મૌલિક અધિકાર ગણાવ્યા બાદ હવે આધાર માટે લેવામાં આવતા ડેટા ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે કે નહીં તેના પર નિર્ણય આવશે. નિર્ણય આવે ત્યાં સુધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ સિવાય અન્ય તમામ કેન્દ્ર કે રાજ્ય સરકારોની યોજનાઓમાં આધારની અનિવાર્યતા પર રોક લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડ વિરુદ્ધ ઘણી અરજીઓ કરવામાં આવી છે. જેના પર સુપ્રીમ કોર્ટની એક બેન્ચ સુનાવણી કરી રહી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે કોઇ નિર્ણય નથી આવી જતો ત્યાં સુધી આધાર લિંક કરવાનું ઓપ્શન ખુલ્લુ રહેવું જોઈએ, કડક વલણ અપનાવતા કોર્ટે કહ્યું છે કે સરકાર આધારને ફરજીયાત કરવા માટે લોકો પર દબાણ કરી શકે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -