પીએમ મોદી પરની ટિપ્પણી અભિનેતા પ્રકાશ રાજને પડી ભારે, લખનઉ કોર્ટમાં થઈ ફરિયાદ
ગૌરી લંકેશની હત્યા બાદ દિલ્લીમાં 5 ઓક્ટોબરે ‘જસ્ટીસ ફોર ગૌરી’ના નામ સાથે જંતર મંતરમાં રેલી યોજાવાની છે. ત્યારબાદ જનસભાનું આયોજન છે જેમાં વિવિધ પત્રકાર સંગઠનોએ આ રેલીમાં એવા લોકોને જોડાવાની અપીલ કરી છે જે દેશના અર્થતંત્રને બચાવી રાખવા માગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લી: પત્રકાર ગૌરી લંકેશની હત્યા બાદ ઉત્સવ મનાવી રહેલા લોકો પર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મૌન પર કરેલી ટિપ્પણી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા પ્રકાશ રાજને ભારે પડી છે. પ્રકાશ રાજ પર લખનઉની અદાલતમાં એક વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. તેના પર 7 તારીખે સુનાવણી થશે.
અભિનેતા પ્રકાશ રાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, મોદી તેનાથી પણ મોટા એક્ટર છે, પ્રકાશ રાજે પ્રત્રકાર ગૌરી લંકેશની હત્યા પર મોદીની ચુપ્પી પર પોતાની નારાજગી જતાવી હતી અને પોતાને મળેલા પાંચ એવોર્ડને પાછા આપવાનું કહ્યું હતું. પ્રકાશ રાજે બેંગલુરુમાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સમ્મેલનને સંબોધતા આ કહ્યું હતું.
પરંતુ બાદમાં વિવાદ વધતા પ્રકાશ રાજે યુ ટર્ન લેતા કહ્યું કે, તે કોઇ મુર્ખ નથી જે પોતાનો ઍવોર્ડ આપી દે. આ રાષ્ટ્રીય પુરષ્કાર મારી કામ અને મહેનતના કારણે મળ્યા છે. તેના પર મને ગર્વ છે. હાલમાં જ ગૌરી લંકેશ અને કલીબુર્ગીની હત્યા પર મારી પ્રતિક્રિયા હતી. કોણ અપરાધી છે આપણે નથી જાણતા, પરંતુ ઉત્સવ કોણ મનાવી રહ્યું છે તે આપણે જોઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -