ટીમ ઈન્ડિયાના કયા બે ક્રિકેટર વિરુદ્ધ જોધપુરમાં નોંધાયો કેસ, જાણો વિગત
ત્યારબાદ હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યો હતો તો બીજી તરફ કેએલ રાહુલ ઈંગ્લેન્ડ લાયન્સ સામે ભારત-એ ટીમનો ભાગ બન્યો હતો. હવે જોવાનું રહેશે કે જોધપુરમાં નોંધાયેલા આ કેસનો જવાબ બન્ને ક્રિકેટર્સ અને ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર કેવી રીતે આપે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે આ બંનેને સજા આપવા માટે બોર્ડની અંદર લોકપાલની ગેરહાજરીના કારણે આ કેસ સુપ્રીમ કોર્ટમાં જઈને અટકી ગયો હતો. સુપ્રીમ કોર્ટમાં થઈ રહેલા વિલંબના કારણે જ બીસીસીઆઇએ આ બન્ને પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો અસ્થાયી રીતે હટાવી દીધા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજસ્થાનના જોધપુરમાં આ ત્રણેય લોકો પર કેસ નોંધાયો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં કરણ જોહરના શોમાં પહોંચેલા હાર્દિક પંડ્યાએ મહિલાઓ વિશે અત્યંત અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ શરૂ થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરતાં બીસીસીઆઈએ બંને ખેલાડીઓને સસ્પેન્ડ કરીને તેમની વિરૂદ્ધ તપાસ શરૂ કરવાના આદેશ આપ્યા હતા.
જોધપુર: ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહરના ટીવી શો ‘કોફી વિથ કરણ’માં પોતાના વિવાદાસ્પદ નિવેદનના કારણે ટીમ ઈન્ડિયામાંથી સસ્પેન્ડ કરાયેલા હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલની ક્રિકેટ મેદાન પર અસ્થાયી રીતે વાપસી તો જરૂર થઈ પરંતુ તેમની મુશ્કેલીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે આ બંને ક્રિકેટરો સાથે સાથે આ શોના હોસ્ટ કરણ જોહર પર પણ કેસ નોંધાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -