નોટબંધી જેવો રોકડનો કકળાટ, લગ્નનું કાર્ડ બતાવીને લોકો ઉપાડી રહ્યા છે રૂપિયા
રોકડની તંગીની સૌથી વધારે અસર ઉત્તરાખંડ અને બિહારમાં જોવા મળી છે. અહીં એટીએમમાં રોકડ નથી. ઉત્તરાખંડના શ્રીનગર, રૂદ્રપ્રયાગ જેવા પહાડી વિસ્તારમાં તો રોકડને લઈને હલાવા પણ ઈ રહ્યા છે. અનેક દુકાનદાર 1000 રૂપિયા રોકડના બદલામાં 100 રૂપિયા ચાર્જ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી બાજુ ગુજરાતમાં લોકોએ ફરી એક વખત નોટબંધી જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકોએ રોકડ ઉપાડની મર્યાદા નક્કી કરી છે, જ્યારે મોટાભાગના એટીએમમાં રૂપિયા નથી.
ઉત્તર બિહારમાં રોકડ ઉપાને લઈને બેંક શાખાઓથી લઈને એટીએમની બહાર લોકોની લાંબી લાઈન લાગી રહી છે. કરન્સી ચેસ્ટમાં પણ વિતેલા દોઢ મહિનાથી રોકડની ઉપલબ્ધતા નથી થઈ રહી.
જ્યારે ચમ્પાવત જિલ્લામાં તો બેંક લગ્નના કાર્ડ જોઈને ખાતા ધારકોને રોકડ આપી રહી છે. જણાવીએ કે, થોડા દિવસમાં ચારધામ યાત્રા શરૂ થવાની છે. એવામાં બેંકે વધારાની રોકડની માગ યાત્રાને ધ્યાનમાં લઈને કરી છે.
વધતી એનપીએના કારણે બેંકોની શાખ નીચે ગઈ છે. તેના કારણે ખાતામાં જમા રકમની અટકળોએ ગ્રાહકોને ડરાવી દીધા છે. રૂપિયા ઉપાડવાની પ્રવૃત્તિ એકાએક વધી ગઈ છે અને 60 ટકા એટીએમ પર ચાર ગણું દબાણ વધી ગયું છે. ઉપરાંત બે હજારની નોટનું છાપકામ બંધ થવા અને 200ની નોટો માટે એટીએમ કેલીબ્રેટ ન થવું પણ એક મોટી સમસ્યા બની ગઈ છે.
બેન્કિંગ સૂત્રો અનુસાર, આ રાજ્યો તરફથી રિઝર્વ બેંક અને સરકારને સતત ફરિયાદ મળી રહી છે. આ મામલે નાણા મંત્રાલયે રિઝર્વ બેંકના અધિકારીઓ સાથે બેઠક કરી છે. સૌથી વધારે અસર કો ઓપરેટિવ બેંક અને ગ્રામીમ ક્ષેત્રોમાં થઈ છે. એવું કહેવાય છે કે, રોકડની મુશ્કેલી ઉભી થવા પાછળ અનેક કારણો છે.
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં નોટબંધી જેવી રોકડની તંગી ઉભી થઈ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં બેંક અને એટીએમમાં રોકડની તંગી ઉભી થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -