8 નવેમ્બર બાદ કાળા નાણાંને ધોળા કરવાના ચક્કરમાં ક્યાંથી કેટલી પકડાઈ રોકડ, જાણો
મધ્ય પ્રદેશઃ 8 ડિસેમ્બરે મધ્ય પ્રદેશના હોશંગાબાદના એક ટેવી એક્ટરની સાથે બે લોકો પાસેથી હવાલાના 43 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. પોલીસે ગુરુવારે બપોરે ટીવી અભિનેતા રાહુલ ચેલાણી, સાથી કપિલ ચેલાણી અને ડ્રાઈવર બ્રજેશને 43 લાખ રૂપિયાની રોકડ સાથે પકડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્રાઃ 10 ડિસેમ્બરના રોજ કુર્લા ક્રાઈમ બ્રાન્ચે 500 અને 1000 રૂપિયાની જૂની નોટ નવી કરન્સીમાં બદલાવવાના આરોપમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી. તેમાં ત્રણ દાદરના બિલ્ડર અને ચાર કાલબાદેવીના મોટા જ્વેલર્સ છે. જ્વેલર્સની પાસેથી જપ્ત કરવામાં આવેલ નોટમાં 72 લાખ રૂપિયાની 2000-2000ની નોટ હતી. પુણેથી 30 કિમી દુર સાસવાડમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર ઉજ્જવલ કેસકર પાસેથી 500 અને 1000 રૂપિયાની જૂની નોટમાં 10.5 લાખ રોકડ મળી આવી હતી.
પશ્ચિમ બંગાળઃ 6 ડિસેમ્બરની મોડી રાત્રે પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે ભાજપના નેતા મનીષ શર્મા અને કેટલાક અન્ય આરોપીઓને 33 લાખની કરન્સીની સાથે રાનીગંજ કોયલા બેલ્ટથી ધરપકડ કરી હતી. 1 ડિસેમ્બરે કોલકાતામાં જ એક ડોક્ટરના ઘર પર દરોડામાં ઈડીની ટીમને 10 લાખ રૂપિયાની નવી નોટ મળી આવી હતી. તે જ વિસ્તારમાંથી ચાર લાખ રૂપિયાની વિદેશી કરન્સી પણ મળી આવી હતી.
હરિયાણાઃ હરિયાણાના ગુડગાંવમાં પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુરુવારે રાત્રે સર્ચ દરમિયાન 2000 રૂપિયાની નવી નોટમાં અંદાજે 10 લાખ રૂપિયા જપ્ત કર્યા.
ગુજરાતઃ 10 ડિસેમ્બરે ગુજરાતના સુરત, અમદાવાદ અને ભરુચમાંથી 1 કરોડ 15 લાખ 77 હજાર રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી જ્યારે સુરતમાં પણ 76 લાખ રૂપિયાની 2000ની નવી નોટની સાથે 4 લોકોની ધરપકડ કરવામાં આવી.
હૈદ્રાબાદઃ એક પોસ્ટ ઓફિસના સીનિયર સુપ્રિટન્ડન્ટ કે. સુધીર બાબુના સંબંધી પાસેથી 70 લાખ રૂપિયાની નવી નોટ મળી આવી. રંગા રેડ્ડી જિલ્લાના ઇબ્રાહિમપત્તનમમાં દરોડા દરમિયાન તમામ 2000 રૂપિયાની નવી નોટ મળી આવી હતી. સુધીર બાબુએ 2.95 કરોડ રૂપિયાની 2000ની નવી નોટ દલાલી લઈને વચેટીયાને આપી હતી. આ પહેલા સીબીઆઈએ 2000 રૂપિયાના મૂલ્યની નોટોમાં 17.02 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. સુધીર બાબુનીસાથે બે સીનિયર ક્લાર્ક અને હૈદ્રાબાદની ત્રણ પોસ્ટ ઓફિસના અધિકારીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
કર્ણાટકઃ 1 ડિસેમ્બરના રોજ બેંગાલુરુમાં બે વ્યક્તિને ત્યાં સર્ચ ઓપરેશનમાં 5.7 કરોડ રૂપિયાની રોકડ મળી આવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક એન્જિનિયર અને એક કોન્ટ્રાક્ટરને ત્યાં સર્ચ દરમિયાન નવી નોટ મળી આવી હતી. તેવી જ રીતે કર્ણાટકના ચિકમગલુરુમાં દરોડા દરમિયાન 81 લાખ રૂપિયાની અને ઉડુપ્પીમાં 71 લાખ રૂપિયાની 2000 રૂપિયાની નવી નોટ મળી આવી હતી.
તમિલનાડુઃ 9 ડિસેમ્બરે ચેન્નઈમાં 3 કારોબારીઓના ઠેકાણા પર દરોડા પાડીને 106 કરોડ રૂપિયાની રોકડ, 127 કિલોગ્રામનું સોનું મળીને કુલ 142 કરોડ રૂપિયાનું કાળું નાણું ઝડપ્યું હતું. 10 ડિસેમ્બરે વેલ્લોરમાં સર્ચ ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગે 24 કરોડ રૂપિયાની નોટ જપ્ત કરી હતી. ગાડીમાં રાખેલ 12 ડબ્બામાં 2-2 કરોડ રૂપિયાની નોટ રાખવામાં આવી હતી. સલેમથી બીજેપી યુવા નેતા જેવીઆર અર્જુન પાસેથી 20 લાખ રૂપિયાની નવી નોટ મળી હતી.
દિલ્હીઃ 10 ડિસેમ્બરે દિલ્હી પોલીસો એક લો ફર્મની ઓફીસમાં દરોડો પાડી 13.65 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી જેમાં 2.5 કરોડની નવી નોટ હતી. આ પહેલા દિલ્હી પોલીસે 3.5 કરોડ રૂપિયાની નવી નોટો સાથે બે લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ આવકવેરા વિભાગે એક્સિસ બેંકની શાખાનો સર્વે પણ કર્યો હતો.
નોટબંધી બાદથી એક બાજુ લોકો રોકડ ન મળવાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે અમુક લોકો પાસે લાખો અને કરોડ રૂપિયામાં નવી નોટ મળી રહી છે. આવકવેરા વિભાગે આવા લોકો પર નજર રાખી રહી છે જે જૂની નોટોને નવી નોટમાં બદલીને કાળા નાણાંને સફેદ કરી રહ્યા છે. આવો એક નજર કરીએ નોટબંધી બાદ ક્યાંથી કેટલી રોકડ મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -