✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારની નવી પહેલ: આમના માટે પણ બનાવવા પડશે ફરજીયાત આધાર કાર્ડ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jan 2017 09:22 AM (IST)
મોદી સરકારની નવી પહેલ: આમના માટે પણ બનાવવા પડશે ફરજીયાત આધાર કાર્ડ, જાણો
1

નવી દિલ્લી: મોદી સરકાર હવે ગાય- ભેંસોનો પણ આધાર કાર્ડ બનાવવા જઈ રહી છે. દેશમાં પશુઓની ગણતરી અને દૂધ ઉત્પાદન વધારવા માટે પશુપાલન મંત્રાલયે આ રીત અપનાવી છે. લગભગ એક લાખ લોકો આખા દેશામાં ફરીને પશુઓ પર ટેગ લગાવશે.

2

એના માટે આ લોકોને 50 હજાર ટેબલેટ પણ સોંપી દેવામાં આવ્યા છે. સરકારનો પ્લાન છે કે આ વર્ષે લગભગ 88 મિલિયન ગાય અને ભેંસોના કાનમાં યૂઆઈડી નંબર સેટ કરી નાખવામાં આવશે. તેનાથી તમામ દૂધાળુ પશુઓની પોતાની ઓળખ હશે અને તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા માટે આઈડી નંબરનો સહારો લેવામાં આવશે.

3

4

આ ટેગને એવા મટિરિયલથી બનાવવામાં આવી રહ્યું છે જેનાથી પશુઓને કોઈ નુકસાન થશે નહીં. ટેગ લગાવનાર વ્યક્તિ તે ટેગ લગાવીને તેનો નંબર પોતાના ટેબલેટના ઑનલાઈન ડાટાબેસમાં એડ કરશે. તેની સાથે પશુના માલિકને તેની સાથે જોડાયેલું એક હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

5

ટેગની મદદથી પશુઓ પર નજર રાખવામાં સરળતા રહેશે. જેનાથી તેમની દવાઓ, ટીકાકરણ સમયાંતરે કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી 2022 સુધી દરરોજ ખેડૂતોની આવક બે ગણી થઈ જશે. પ્રત્યેક ટેગ સરકારને આઠ રૂપિયામાં પડશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • મોદી સરકારની નવી પહેલ: આમના માટે પણ બનાવવા પડશે ફરજીયાત આધાર કાર્ડ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.