કોલકાતામાં CBIvsPOLICE: મોદી વિરૂદ્ધ મમતાના ઘરણા, બોલ્યા- દેશમાં કટોકટી કરતા પણ ખરાબ સ્થિતિ
કોલકાતા: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને પોલીસ સામ-સામે આવી ગયા હતા. આજે શારદા ચિટફંડ કેસમાં પોલીસ કમિશનર રાજીવ કુમારની પુછપરછ કરવા પહોંચેલી સીબીઆઈની ટીમની પોલીસે ધરપકડ કર્યા બાદ છોડી મુક્યા હતા. આ મામલે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘરણા પર બેસી ગયા છે. મમતાએ પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મામલે સીએમ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, મોદીના બંગાળ પ્રવાસ બાદ જ સીબીઆઈ હરકતમાં આવી ગયું છે. દેશમાં હાલ કટોકટી કરતા પણ વધારે ખરાબ માહોલ છે.
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે સીબીઆઈ પીએમ મોદીના ઈશારા પર કામ કરી રહ્યું છે. તેઓ એમ જ કરે છે જે મોદી કહે છે. મે ખૂબ જ અપમાન સહન કર્યું છે. સીબીઆઈ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ઈશારે કામ કરી રહી છે. મમતાએ કહ્યું કે, કોલકાતા પોલીસ કમિશનર દુનિયાના સૌથી સારા લોકોમાંના એક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -