CBSEએ ધોરણ-10 અને 12ની પરીક્ષાની તારીખ કરી જાહેર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
પરીક્ષાનો સમય સવારના 10.30 થી બપોરે 1.30 કલાકનો રહેશે. પરીક્ષા માટે ઉત્તર પુસ્તિકા સવારે 10 કલાકે આપી દેવામાં આવશે, અને 15 મીનિટ બાદ પેપર આપવામાં આવશે. વિદ્યાર્થીઓ સીબીએસસીની અધિકારીક વેબસાઈટ cbse.nic.in પર પૂરી ડેટ શીટ જોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ CBSE ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓની તારીક જાહેર કરી દીધી છે. 12 બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરુથી 3 એપ્રિલ સુધી અને ધોરણ-10ની બોર્ડ પરીક્ષા 21 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી ચાલશે.
10મા ધોરણનું ગણિતનું પેપર સાત માર્ચે, વિજ્ઞાનનું પેપર 13 માર્ચે, હિંદીના બંને કોર્સની પરીક્ષા 19 માર્ચે થશે. જ્યારે અંગ્રેજીની પરીક્ષા 23 માર્ચે અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 29 માર્ચે થશે. જ્યારે વાણિજ્ય વર્ગની પરિક્ષામાં એકાઉન્ટિંગનું પેપર 16 ફેબ્રુઆરી, ઈંગ્લીશનું પેપર બે માર્ચે, બિઝનેસ સ્ટડીઝ 14 માર્ચે, ગણિતનું 18 માર્ચે, ઈકોનોમિક્સ 27 માર્ચે અને ઈન્ફોમેટિક્સ કમ્પ્યુટર સાયન્સનું પેપર 28 માર્ચે લેવાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -