J&K: પાકિસ્તાને ભારતીય સેનાની 40 ચોકીઓ પર કર્યું ફાયરિંગ, મહિલા અને બાળકીનું મોત
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પાકિસ્તાનના આવા જ ફાયરિંગમાં જવાન સુરેશ શહીદ થયો હતો અને સાથે ત્રણ નાગરિકો પણ માર્યા ગયા હતા. ત્યારબાદ ભારતની જવાબી ફાયરિંગમાં ત્રણ જવાબ ઠાર મરાયા હતા.
2017માં પાકિસ્તાને 881 વાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, સીઝફાયર બાદ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના 138 સૈનિક માર્યા ગયા. આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા માટે પાકિસ્તાન તરફથી 310 વાર આતંકવાદીઓએ ઘૂસણખોરીની કોશિશ કરી છે.
2017માં ઘૂસણખોરીની કોશિશમાં 59 પાકિસ્તાની આતંકવાદી માર્યા ગયા, માત્ર આ વર્ષે અત્યાર સુધી 11 આતંકવાદી માર્યા ગયા છે. વળી ભારતીય જવાનોએ 33 વાર ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દીધી છે.
સુત્રોનો દાવો છે કે, પાકિસ્તાન મોર્ટાર શેલ અને આધુનિક હથિયાર દ્વારા ફાયરિંગ કરી રહ્યું છે. જોકે ફાયરિંગથી કોઇ નુકશાન થવાના સમાચાર નથી મળી રહ્યાં. નોંધનીય છે કે, ગઇકાલે ભારતીય સેનાએ ફાયરિંગમાં પાકિસ્તાનની કેટલીય પૉસ્ટ અને બંકર તબાહ કરી દીધા હતા.
સીમા પર સુરક્ષા બળોની કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે જો સરહદ પારથી એકપણ ગોળી આવી તો જવાબ ગોળાથી આપવામાં આવશે. પણ દેશ પાકિસ્તાન પર મોટી કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.
જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સવારથી પાકિસ્તાન તરફથી જબરદસ્ત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાને 30-40 જગ્યાઓને નિશાન બનાવી છે. માનવામાં આવે છે કે, સવારે લગભગ 6.40 વાગ્યાથી પાકિસ્તાન ફાયરિંગ કરી રહ્યું છે. જમ્મુના આરએસપુરાથી રામગઢ સેક્ટર સુધી પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઇ રહ્યું છે. આ ફાયરિંગમાં બે લોકોના મૃત્ય પણ થયા છે.