લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, ટેકાના ભાવમાં કર્યો વધારો
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 2008-09માં અનાજ કઠોળના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ.155નો વધારો કરવામાં આવ્યો હતો. ગત વર્ષે સામાન્ય ગ્રેડનાં ધાન્ય પાકોની એમએસપી 1,550 રૂપિયા પ્રતિ ક્વિંટલ હતી. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો ટેકાનાં ભાવોમાં છેલ્લા 10 વર્ષમાં આ સૌથી વધારે વધારો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદી સરકારનો આ નિર્ણય હરિયાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિતનાં ઘણા રાજ્યોને સીધી અસર થશે. આ રાજ્યોમાં ખેડૂતોની સંખ્યા વધારે છે અને લોકસભા સીટોની પણ. દેશનાં 12 કરોડ ખેડૂતોને આ નિર્ણયથી ફાયદો થશે. માર્કેટિંગ વર્ષ 2016- 17ના ખરીદીના આંકડાના પ્રમાણે પાકોના એમએસપી વધવાથી ખાદ્યની છૂટ પર 11 હજાર કરોડ રૂપિયાનો બોજો પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે 14 ખરીફ પાકોના એમએસપીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હી: મોદી સરકારે લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ખરીફ પાકોનાં ટેકાનાં ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ. 200 વધારીને રૂ.1,750 કર્યો છે. આજે કેબિનેટની બેઠકમાં પાકોની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ) વધારવાની મંજૂરી આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -