સરકાર પાટીદારોને અનામત આપવાના મૂડમાં છે? પાંચ સભ્યોના પંચની રચના

જોકે, પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આંદોલનકારીઓ દ્વારા અનામતથી ઓછું કંઇ ખપે નહીં અને અનામત ન મળે, ત્યાં સુધી આંદોલન ચાલું જ રાખવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે ગઈ કાલે સોમવારે કેન્દ્ર સરકારે વધુ જ્ઞાતિઓને ઓબીસીનો લાભ આપવા માટે પાંચ સભ્યના પંચની રચના કરી હતી. ત્યારે પાટીદારોને અનામત મળશે કે કેમ તે ચર્ચા ફરી શરૂ થઈ છે.
નવી દિલ્લીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા ગુજરાતમાં 150 બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. સરકારે પાટીદારોને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને આ માટે તેમણે પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી અને આયોગ સહિતની ચાર માંગણીઓ પણ સ્વીકારી હતી.
દિલ્હી હાઇકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ જી.રોહિણીના વડપણ હેઠળના પંચને 12 સપ્તાહમાં અહેવાલ સુપરત કરશે. આ પંચની રચના વધુ જ્ઞાતિને ઓબીસીના લાભ મળે તે માટે કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે પંચની રચના માટેનો આદેશ ઈસ્યુ કર્યો હતો.