રાફેલ ડીલ પર રાહુલ ગાંધીને કમિશન નથી મળ્યું એટલે બોલ બોલ કરે છેઃ પ્રકાશ જાવડેકર
જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધી રાફેલ મામલે જુઠ્ઠુ એટલા માટે બોલે છે કે, આમાં તેમને સંજય ભંડારી દ્વારા કમિશન નથી મળ્યુ, કેમકે આ બે દેશોની સરકારની વચ્ચે છે. દેશની પ્રજા સમજદાર છે અને બધુ સમજે છે.
જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે, રિલાયન્સને 30000 કરોડ રૂપિયા મળ્યા, પણ હકીકતમાં આખો ઓફસેટ કૉન્ટ્રાક્ટ 30000 કરોડનો છે, જેમાં અનેક કંપનીઓ સામેલ છે.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રાફેલ ડીલ પર સંજય ભંડારી દ્વારા કમિશન ના મળવાના દુઃખથી રાહુલ ગાંધી રોજ નવુ જુઠ્ઠાણું ચલાવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ રાફેલ ડીલ અને સીબીઆઇ પર મચેલા ધમાસાનને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રાફેલ ડિલ પર રાહુલ ગાંધી રોજ જુઠુ બોલ બોલ કરે છે.
પ્રકાશ જાવડેકરે સીબીઆઇમાં સરકારના કથિત હસ્તક્ષેપના આરોપો પર કહ્યું કે અશ્વિની કુમાર જ્યારે કાયદા મંત્રી હતા ત્યારે તેની ઓફિસમાં કોલસા કૌભાંડના રિપોર્ટને કઇ રીતે બદલી દેવામાં આવ્યો હતો, તે બધાએ જોયુ છે. તેમને સીબીઆઇના અધિકારીઓને ઘરે બોલાવ્યા અને ફેરબદલ કરી દીધું. આ કોંગ્રેસની કામ કરવાની રીત છે.