જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર રદ, આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન ઑલઆઉટ શરૂ
ગૃહમંત્રી રાજનાથ સિંહએ ટ્વિટ કરી કહ્યું કે, ‘રમઝાન દરમિયાન સીઝફાયરના આ નિર્ણયની ચારેતરફ પ્રશંસા થઈ હતી. હવે સુરક્ષા દળને આદેશ આપવામાં આવે છે કે આતંકીઓના નાપાક ઇરાદાઓને રોકવા માટે તમામ સક્ષમ કાર્યવાહી કરવામાં આવે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરમઝાન દરમિયાન સીઝફાયરના આદેશ બાદ 29 દિવસોમાં 59 નાની-મોટી આતંકી ઘટનાઓ બની હતી. જ્યારે રમઝાન પહેલા 29 દિવસોમાં 19 હુમલા થયા હતા. સીઝફાયરની જાહેરાત બાદ ગ્રેનેડ હુમલામાં ચાર ગણો વધારો થયો છે. રમઝાન દરમિયાન આતંકીઓએ 20 ગ્રેનેડ હુમલા કર્યા હતા.
આતંકીઓને સીઝફાયર દરમિયાન દરમિયાન બે મોટા હુમલાઓ કર્યા. રાઇઝિંગ કાશ્મીરના સંપાદક શુજાત બુખારીને ગોળીમારી હત્યા કરી દીધી હતી. ત્યાં શોપિંયામાં સેનાના એક જવાનને અપરહણ કરી હત્યા કરી દીધી હતી.
સીઝફાયર રદ કરવાને લઈને ગૃહમંત્રી રાજનાથ સિંહના આવાસ પર બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જાણ કરી હતી. સૂત્રો અનુસાર, સેના સીઝફાયર લાગુ કરવાના પક્ષમાં નહોતી. પરંતુ જમ્મુ-કાશ્મીરની મેહબુબા સરકારે રમઝાન મહિના દરમિયાન સીઝફાયર લાગુ કરવા માટે સતત દબાણ બનાવ્યું હતું.
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં રમઝાન મહિનામાં લાગુ કરવામાં આવેલા સંઘર્ષવિરામના નિર્ણયને કેન્દ્ર સરકારે આજે રદ્દ કરી દીધો છે. હવે એકવાર ફરી સેનાએ આતંકીઓ વિરુદ્ધ ઑપરેશન શરૂ કરી દીધું છે. મોદી સરકારે સીઝફાયરને ‘સસ્પેંશન ઑફ ઑપરેશન’નામ આપ્યું હતું. અને 17 મે 2018ને લાગું કર્યો હતું. તેના અંતર્ગત સેનાએ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઑલ આઉટ રોકી દીધું હતું. જો કે સેનાએ આતંકી હુમલા બાદ સતત કાર્યવાહી કરી. સંઘર્ષવિરામ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાઓમાં વધારો થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -