✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કાર્ડના નંબર કે પાસવર્ડ યાદ નહીં રાખવા પડે, માત્ર ફિંગરપ્રિન્ટથી કરી શકશો પેમેન્ટ. જાણો કઈ રીતે?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2017 10:36 AM (IST)
1

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું રે આધાર પે પર મર્ચંટનો વિશ્વાસ વધારવાની કોશિશ ચાલુ છે. આધાર પે દ્વારા પેમેંટ લેવા માટે દુકાનદારોનો 2000 રૂપિયા બાયોમેટ્રિક ડિવાઈઝ પણ ખરીદવું પડશે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેથી ડિવાઈઝની કિંમતો મર્ચંટ પાસેથી ધીરે-ધીરે વસૂલી શકે. સરકારનું માનવું છે કે આમ કરવાથી મર્ચંટ આ સુવિધા વાપરવા માટે વધુ પ્રોત્સાહિત થશે.

2

UIDAI (યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા) ના સીઈઓ એબી પાંડેએ જણાવ્યું કે આધાર પે દરેક એંડ્રોઈડ ફોન પર ચાલે છે. તેની સાથે ફિંગર બાયોમેટ્રિક ડિવાઈઝ કનેક્ટ થયેલું હોવું જોઈએ. તેમણે કહ્યું કે, આનાથી કોઈ પણ કાર્ડ કે પિન વિના કેશલેસ પેમેંટ કરી શકાય છે. કસ્ટમર પાસે સ્માર્ટ ફોન હોવો પણ જરૂરી નથી. આધાર પે ને દુકાનદારોમાં લોકપ્રિય કરવા માટે સરકારે બેંકો પાસે દરેક બ્રાંચમાં 30-40 વેપારીઓને જોડવા કહ્યું છે જેથી કેશલેસ પેમેંટ થઈ શકે. હાલ પાંચ બેંકો- આંધ્ર બેંક, આઈડીએફસી, સિંડીકેટ, એસબીઆઈ અને ઈંડસઈંડ બેંક આધાર પે સાથે જોડાઈ ગઈ છે.

3

ડિજીટલ ઈંડિયાના સપના જોઈ રહેલી સરકારે ગરીબો અને અશિક્ષિત માટે ઓનલાઈન ટ્રાંસેક્શન આસાન બનાવવા માટે આધાર પે નો પ્રચાર શરૂ કરી દીધો છે. આધારે પેમાં ફિંગરપ્રિંટ દ્વારા ટ્રાંસેક્શન કરી શકાય છે. આધાર પે પહેલાથી ચાલી રહેલા આધાર સાથે જોડાયેલા પેમેંટ સિસ્ટમ AEPSનું મર્ચંટ વર્ઝન છે.

4

એબી પાંડેએ એપની સુરક્ષાને સમજાવતા કહ્યું કે ફિંગરપ્રિંટને કોપી ન કરી શકાય. કોઈ દુકાનદાર કે ગ્રાહક ફિંગરપ્રિંટનો મિસયુઝ કરવાની કોશિશ કરશે તો તે પકડાઈ જશે. કારણકે એપ દ્વારા ટ્રાંઝેક્શનના લોકેશન અંગે તરત જાણકારી મળશે.

5

આધાર પેને લઈને ઉઠી રહેલા સુરક્ષાના સવાલોના જવાબમાં UIDAIના સીઈઓએ કહ્યું કા આ અન્ય કોઈ પણ ડિજીટલ પેમેંટથી વધારે સુરક્ષિત છે. તેમણે કહ્યું કે કસ્ટમરનું બેંક અકાઉંટ અને દુકાનદારનું અકાઉંટ આધાર સાથે લિંક હોવાના કારણે તેમાં કોઈ ગરબડ થવાની શક્યતાઓ બહુ ઓછી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • કાર્ડના નંબર કે પાસવર્ડ યાદ નહીં રાખવા પડે, માત્ર ફિંગરપ્રિન્ટથી કરી શકશો પેમેન્ટ. જાણો કઈ રીતે?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.